________________
ક્ષત્ર કૃતગ સૂઝ અ ૧ ૦ ૨
जहा अस्साविणिं नावं जाहअंधो दुरूहिया । इच्छई
पारमागन्तु अन्तरा य विसीयई ॥ ३१ ॥ | શબ્દાર્થ: (૧) જેમ (૨) જન્માંધ પુરુષ (8) છિદ્રવાળી (૪) નાવમાં (૫) બેસી (૬) ઈચ્છા કરે (૭) સામે પાર જવાની (૮) પરંતુ મધ્યમાં જ (૯) ડૂબી જાય છે.
ભાવાર્થ- જેમ જન્માંધપુરુષ જે નાવ છિદ્રવાળી હોય જેમાં પાણી આવતું હોય તેવી નાવમાં બેસી સામા કાંઠે જવાની ઈચ્છા કરે છે. પરંતુ છિદ્રવાળી નાવ હોવાથી તે જન્માંધ પુરુષ પારને નહિ પામતા મધ્યમાં જ ડૂબી જાય છે અને મૃત્યુને પામે છે. એ જ રીતે જે આરંભ પરિગ્રહવાળાં દર્શને છે તે સંસારના પારને પામી શકતા નથી, પરંતુ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ કરતા થકાં દુખે ભગવે છે.
एवं तु समणा एगे, मिच्छ-दिट्ठी अणारिया । संसारपार-कंखी ते, संसारं अणुपरियन्ति ॥ ३२
શબ્દાર્થ: (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) મિયાદષ્ટિ (8) અના (૫) શ્રમણો (૬) સંસારને પાર (૭) પામવાની ઈચ્છાવાળા (૮) સંસારમાં (૯) પરિભ્રમણ કર્યા કરે છે. | ભાવાર્થ – આવા પ્રકારે કેટલાક મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ-સાધુઓ સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળા હોવા છતાં સત્યમાર્ગ પ્રાપ્ત નહિ થવાથી, પિતાની માન્યતાવાળા આરંભથી પણ મોક્ષ પ્રાપ્તિને માનવાવાળા હોવાથી, આરંભ અને પરિગ્રહમાં આસકત હેવાથી છિદ્રવાળી નાવમાં બેસી પાર પામવાવાળાની ઈચ્છાવાળાની માફક સંસારના પારને નહિ પામતા સંસારમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કર્યા કરે છે.
બીજો ઉદ્દેશ સમાપ્ત