________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨
अन्नाणियाणं वीर्मसा, अन्नाणे ण विनियच्छइ । अप्पणो
य परं नालं, कुत्तो अनाणुसासिउं ॥ १७ ।।
શબ્દાર્થ: (૧) અજ્ઞાનવાદી (૨) વિચાર (૩) અજ્ઞાનવાદ (૪) નિશ્ચયકરવામાં (૫) સમર્થ નથી (૬) પોતે પણ (૭) અજ્ઞાનવાદનો નિશ્ચય કરવા (૮) સમર્થ નથી તો (૯) શિક્ષા-ઉપદેશ દેવામાં (૧૦) અન્યને (૧૧) કયાંથી સમર્થ થાય.
ભાવાર્થ- અજ્ઞાનવાદીઓ એમ માને છે. જે અજ્ઞાન એ જ શ્રેષ્ઠ છે, પરંતુ એમ કહેવાવાળા અજ્ઞાનવાદીઓ જે એ પર્યાલચનાત્મક વિચાર કરે છે અથવા પદાર્થને નિશ્ચય કરવાની ઈચ્છા કરે છે. પરંતુ નિશ્ચયરૂપથી અજ્ઞાન વિષયમાં સંગત થઈ શકતા નથી, સમર્થ થતા નથી. જ્ઞાન સત્ય છે કે અસત્ય છે. તે નિશ્ચયથી નિર્ણય કરી શક્તા નથી. ખાલી વાતેમાં અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેમ કથન કરે છે; પરંતુ દષ્ટાંતથી અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેમ નિશ્ચય કરી શકતા નથી, અજ્ઞાનવાદીઓ પિતાને શિક્ષા દેવામાં સમર્થ થતા નથી. તે અન્યને શિક્ષા દેવામાં સમર્થ ક્યાંથી થઈ શકે ? અજ્ઞાન પક્ષને આશ્રય લેતા હેઈ અજ્ઞાની જ કહેવાય છે. વિશેષ ખુલાસે મ. શ્રી જવાહર લાલ કૃત સૂત્ર કૃતાંગ ભા. ૧ પાનું ૧૦૭–૧૦૮ માં છે. ___वणे मूढे जहा जन्तू, मूढे नेयाणुगामिए । दो वि एए अकोविया, तिव्वं सोयं नियच्छह ॥ १८ ॥ | શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) વનમાં (૩) દિશામૂઢ (૪) પ્રાણી (૫) દિશામૂઢ (૬) નેતાની (૭) પાછળ ચાલનાર (૮) બન્ને (૯) એએ ભાગને (૧૦) નહિ જાણનાર (૧૧) તીવ્ર (૧૨) શોકને (૧૩) પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ – જેમ કઈ જંગલમાં–અટવીમાં–વનમાં દિશામૂઢ પ્રાણી અન્ય દિશામૂઢ પ્રાણીની પાછળ પાછળ ચાલનાર બને