________________
સૂત્ર કૃતાંગ સૂત્ર
અ. ૧ ઉ.
एवं तु समणा एगे, मिच्छदिडि अणारिआ । असंकियाई संकेति, संकियाइं असंकिणो ॥ १० ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) શ્રમણ (૪) મિથ્યાદૃષ્ટિ (૫) અનાર્ય (૬) શંકા રહિત અનુષ્ઠાનમાં (૭) શંકા કરે છે (૮) શંકાવાળા અનુષ્ઠાનમાં (૯) શંકા કરતા નથી.
ભાવાર્થ મૂર્ખ મૃગેની માફક કેટલાએક મિથ્યાત્વદષ્ટિવાળા અનાર્ય શ્રમણે આરંભ રહિત શંકા રહિત સુંદર ધર્મ અનુષ્ઠાનેમાં શંકા રાખે છે અને જ્યાં આત્માના અહિતરૂપ, આરંભરૂપ એકાંત પક્ષવાળા અનુષ્ઠાને જે કર્મ બંધનના કારણરૂપ શંકાવાળાં છે. ત્યાં શંકા કરતા નથી અને આરંભમાં રક્ત રહે છે.
धम्म पण्णवणा जा सा, तं तु संकेति मूढगा। आरंभाई न संकंति, अवियत्ता अकोविया ॥ ११ ॥ | શબ્દાર્થ : (૧) જે (૨) સત્ય ધર્મની પરૂપણું છે (૩) તેમાં (૪) તે મૂખ (૫) શંકા કરે છે (૬) જ્યાં આરંભ છે (૭) ત્યાં શંકા (2) કરતા નથી (૯) અવિવેકી (૧૦) શાસ્ત્રના અજાણ.
ભાવાર્થ:- મૂર્ખ, અજ્ઞાની, અવિવેકી, શાસ્ત્રજ્ઞાનથી રહિત અન્ય તીથીઓ જ્યાં ક્ષમા આદિ દશ પ્રકારના સત્ય ધર્મની પ્રરૂપણ છે. ત્યાં શંકા કરે છે અને પાપના કારણ રૂપ જ્યાં આરંભ છે. ત્યાં શંકા કરતા નથી.
सव्वपगं विउक्कस्स, सव्वं मं विहूणिया अपत्तिों अकम्मं से, एयमé मिगे चुए ॥ १२ ॥