________________
સૂત્ર તાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨
૨૧ આરંભ અને પરિગ્રહ યુક્ત એકાંતવાદને આશ્રય લે છે. જે સંસાર પરિભ્રમણને વધારનાર છે.
अहं तं पवेज बझं, अहे बझस्स वा वए । मुच्चेज पयपासाओ तं तु मंदे न देहए ॥ ८ ॥
| શબ્દાર્થ : (૧) તે મૃગલાઓ (૨) બંધનને (૩) ઉલ્લંઘન કરી શકે (૪) એ બંધન (૫) નીચેથી (૬) છૂટી શકે તેમ છે (૭) પગ બંધન રૂ૫ પાશથી (૮) છૂટી શકે (૯) તે મૃગલાઓને (૧૦) મૂર્ખને તે છૂટવાના માર્ગને (૧૧) જાણું કે જોઈ શકતા (૧ર) નથી.
ભાવાર્થ- એ મૃગલાઓ કૂદીને પાસલાને ઉલ્લંઘીને અથવા તે પાસલાના બંધન નીચેથી નીકળી શકે તેમ છે અને પાસ બંધનથી મુકત થઈ શકે તેમ હોવા છતાં તે મુખ મૃગલાઓ ભયથી વિહવળ થયેલા બંધનથી છૂટવાના માર્ગને દેખી શકતા નથી–જાણતા નથી એ જ પ્રમાણે અન્ય તીર્થિઓ પણ કમબંધન રૂપ અને સંસાર પરિભ્રમણ રૂપ આરંભ પરિગ્રહ યુક્ત પિતાના માનેલા ધર્મથી–મતથી જ્ઞાન હીનતાના કારણે છૂટી શકતા નથી અને આત્મકલ્યાણ રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. __ अहियापाऽहियपन्नाणे, विसमतेणुवागए । स बढे पथपासेणं तत्थ घायं नियच्छइ ॥ ९ ॥
શબ્દાર્થ : (૧) અહિત (૨) આત્માવાળા (૩) અહિત (૪) જ્ઞાનવાળા (૫) પાશયુક્ત વિષમ સ્થાનમાં (૬) જઈને (૭) મૃગો (૮) બંધાઈને (૯) પગ (૧૦) બંધન દ્વારા (૧૧) ત્યાં (૧૨) ઘાત (૧૩) પામે છે.
ભાવાર્થ- એ મૃગે પિતાનું જ અહિત કરવાવાળા પિતાની અહિત બુદ્ધિના કારણે બંધનયુક્ત વિષમ સ્થાનમાં જતાં ત્યાં પાશથી બંધાઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે.