________________
૨૦ *
સૂત્ર તમ સત્ર અ૧ ઉ. ૨ | ભાવાર્થ – નિયતવાદીએ, નિયતિ જ સુખ દુખની કર્તા છે
એમ વારંવાર વૃષ્ટતા કરે છે અને પિતાના રચેલા સિદ્ધાંત અનુસાર પરલોકની ક્રિયામાં ઉદ્યમવંત થવા છતાં દુઃખોથી છૂટી શકતા નથી કારણ કે તેઓની સમજણ સત્યપંથથી વિપરીત રહેલી છે. આરંભ છે તે દુઃખની વૃદ્ધિ કરાવનાર છે તેનું તેઓને જ્ઞાન નથી.
जविणो मिगा जहा सन्ता, परिताणेण वजिया । असुंकियाई संकन्ति, संकियाई असंकिणो ॥ ६ ॥
परियाणिआणि संकेता, पासियाणि असंकिणो । अन्माण भय संविग्गा संपलिति तहिं तहिं ॥ ७ ॥
શબ્દાર્થ : (૧) ચંચળ (૨) મૃગ (૩) જે (૪) રહેલા (૫) રક્ષણ (૬) રહિત (૭) શંકારહિત સ્થાનમાં (૮) શંકા કરે છે (૯) શંકાવાળા સ્થાનમાં (૧૦) અશંકિત રહે છે (૧૧) રક્ષણ યુક્ત સ્થાનમાં (૧૨) ભયની શંકા રાખે છે (૧૩) પાસલાયુકત સ્થાનમાં (૧૪) અશંકિત રહે છે (૧૫) અજ્ઞાન (૧૬) ભયથી (૧૭) ઉદેગ પામેલા (૧૮) પાસલાયુક્ત સ્થાનમાં (૧૯) જઈ રહે છે.
| ભાવાર્થ – જેમ ચંચળ મૃગલા શંકા રહિત સ્થાનમાં ભય હોવાની શંકા કરે છે અને જ્યાં ભયરૂપ શંકાવાળા સ્થાને છે ત્યાં શંકા કરતા નથી, રક્ષણ રહિત મૃગલીયે રક્ષણયુક્ત સ્થાનમાં ભય હોવાનું માને છે અને ભયની શંકા રાખે છે અને જ્યાં પાસલાયુક્ત ભયવાળા સ્થાને છે ત્યાં નિર્ભય થઈ રહે છે. આવા અજ્ઞાનીઓ ભયથી ઉદ્વિગ્ન મૃગલાઓ પાસયુક્ત સ્થાનમાં જઈ રહે છે. એવી જ રીતે અન્ય દર્શનીઓ રક્ષણયુક્ત, સ્યાદ્વાદરૂપ, સમાધિયુક્ત, ધર્મ જૈ આત્માને હિતકર છે ત્યાં શંકા લાવી તેનાથી દૂર રહે છે અને અનર્થ યુક્ત દુઃખના કારણ સમાન આત્માને અહિતકારક એવા