________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૧
पञ्च खंधे वयंतेगे, बाला उ खणजोइणो । अन्नो अणन्नी नेवाहु, हेउयं च अहेउयं ।। १७ ॥
| શબ્દાર્થ : (૧) પાંચ (૨) સ્કંધ (૩) બતાવે છે (૪) કોઈએક (૫) અજ્ઞાની (૬) ક્ષણ માત્ર રહેવાવાળા (૭) ભૂતોથી ભિન્ન (૮) અભિન્ન (૯) નથી (૧૦) કહેતા (૧૧) હેતુક (૧૨) અહેતુક.
| ભાવાર્થ – કેટલાએક બૌદ્ધ મતવાળા ક્ષણમાત્ર રહેવાવાળા પાંચ સ્કંધ બતાવે છે. રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા તથા સંસ્કાર આદિ પાંચ સ્કંધથી ભિન્ન કોઈ આત્મા નામને સ્કંધ આ જગતમાં નથી. ભથી ભિન્ન અથવા અભિન્ન, કારણથી કે વિના કારણે આત્માની ઉત્પતિ થતી નથી, આવા પ્રકારને બૌદ્ધ મતને એક સંપ્રદાય છે. અને તે સર્વ પદાર્થોને ક્ષણ અવસ્થાવાળા અને અનિત્ય મને છે. જગતમાં આવા પ્રકારના જ્ઞાનના અભાવને કારણે ઘણા જુદી જુદી માન્યતાવાળા દર્શને રહેલા છે. તેઓ પિતાની અજ્ઞાન માન્યતામાં ફસાઈ જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણ કરતાં થકાં દુખોને ભેળવે છે, એમ જાણી આત્માથી જીવોએ શ્રી વીતરાગદેવના કથન ઉપર દઢ શ્રદ્ધા રાખી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ, ધર્મનું આરાધન કરવા આત્મહિત સાધનમાં જાગૃત રહેવું.
पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ । चत्तारि धाउणो रूवं, एव माहंसु आवरे ॥ १८ ॥
શબ્દાર્થ : (૧) પૃથ્વી (૨) જલ (૩) અગ્નિ (૪) વાયુ (૫) ચાર (૬) ધાતુ (૭) રૂપ છે (૮) એકાકાર થાય ત્યારે જીવ રૂપ સંજ્ઞા ઉત્પન્ન થાય છે (૮) તેમ (૯) અન્ય બૌદ્ધમતવાળા (૧૦) કહે છે.
ભાવાર્થ – પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ ચારે ધાતરૂપ છે, એ ચારે પદાર્થો જગને ધારણ કરે છે. તેમ જ પિોષણ કરે છે, જેથી