________________
સત્ર કતાંગ સૂત્ર અ. ૧૫ ઉ. ૧
છે, તેથી તેને ફરી સંસારમાં જન્મ લેવાની કે મૃત્યુની વાત કયાં રહી ? એટલે જન્મ લેવાનો રહેતું નથી. આવા મહાન પુરુષે રાગરહિત હોઈ સમસ્ત જગતને દેખવાવાળા સદા સર્વ જીવોના હિતને માટે ઉપદેશ આપે છે, આવા સાધકે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરી આદિ અનંતા શાશ્વતા સુખ જોગવતાં થકા સિદ્ધ સ્થાનમાં બિરાજે છે.
कओ कयाइ मेधावी, उप्पज्जति तहागया । तहागया अप्पडिमा, चक्खू लोगस्सणुत्तरा ॥२०॥
શબ્દાર્થ: (૧) કદી પણ (૨) કયા પ્રકારે (૩) જ્ઞાની પુરુષ (૪) ઉત્પન્ન થાય તથા (૫) પ્રકારના સિદ્ધ સ્થાનમાં ગયેલા (૬) નિદાન રહિત (૭) તીર્થકરાદિ (૮) જીવોને (૯) સર્વોત્તમ (૧૦) નેત્ર સમાન છે.
ભાવાર્થ- આ જગતમાં ફરી નહિ આવવા માટે પાંચમી ગતિરૂપ સિદ્ધસ્થાનમાં ગયેલા જ્ઞાની પુરુષે કયા કારણે કયારે પણ જન્મ લઈ આ સંસારમાં ઉત્પન્ન થાય? ન થાય કારણ કે એક નિદાન રહિત હતા અને કર્મરૂપી ભવના અંકુરને બાળી ભસ્મ કરી નાખવાથી કર્મરૂપી બીજ ન હોવાથી ફરી જન્મ ધારણ કરવાના કારણે રહ્યા ન હતા, તેથી સિદ્ધગતિને પ્રાપ્ત થયેલા ફરી સંસારમાં જન્મ ધારણ કરતાં નથી. તીર્થંકરદેવ તથા ગણધરાધિ મહર્ષિએ જગતના સમસ્ત પ્રાણુઓને સર્વોત્તમ નેત્ર સમાન છે.
अणुत्तरे व ठाणे से, कासवेण पवेदिते । जं किच्चा णिचुडा एगे, निद्रं पावंति पंडिया ॥२१॥