________________
૨૮૨
સુત્ર કૃત સત્ર અ. ૧૪ ઉ૦ ૧ ભાવાર્થ – સુઅર નામનું સ્થળચર પ્રાણી ચેખા-ચાવલ ખાવાના પ્રલોભનથી શીકારીઓના વદ્ધસ્થાન રૂપ પાસલાને પામી જીવિત્યના નાશને પ્રાપ્ત થાય છે. એવા પ્રકારે અસંયમી જી સ્ત્રી સેવનના પ્રલોભનથી સ્ત્રી સેવન કરી સંસાર પરિભ્રમણ રૂપ જન્મ મરણની વૃદ્ધિ કરતા વારંવાર મૃત્યુને પામે છે. તેમ જ સ્ત્રી સેવનથી ઉત્તમ ગુણોને પણ નાશ થાય છે એમ જાણી બુદ્ધિમાન સાધક સ્ત્રી સેવન કદાપિ કરે નહિ અને ઇંદ્રિયાને વશ રાખી વિષયભોગમાં પ્રવૃત્ત થતા નથી, રાગદ્વેષને જીતી પ્રસન્ન ચિત્તથી સંયમ પાલનમાં જાગૃત રહીને સંયમનું પાલન કરે છે તેવા પુરુષ અનુપમ ભાવસંધી સોક્ષગતિને પ્રાપ્ત કરે છે. જ્યાંથી ફરી જન્મ ધારણ કરે પડતા જ તથી અને સાદી અનંતા શાશ્વતા સુખને ભોગવતાં ત્યાં જ સ્થિર હે છે.
अणेलिसस्स खेयन्ने, विरुज्झिज्ज केणइ । मणसा वयसा चेच, कायसा चेव चक्खुमं ॥१३॥
શબ્દાર્થ : (૧) સંયમ ધર્મમાં (૨) નિપુણ (૩) કોઈ પ્રાણી સાથે (૪) વિરોધ (૫) ન કરે (૬) મનથી (૭) વચનથી (૮) કાયાથી (૯) પરમાર્થદર્શી.
ભાવાર્થ – જેના સમાન અન્ય કોઈ ઉત્તમ પદાર્થ નથી તે અનીદેશ કહેવાય તે સંયમ છે અથવા તે તીર્થકરક્ત ધર્મ છે, એ સંયમમાં અથવા ધર્મના પાલનમાં જે નિપુણ છે અને મન, વચન, કાયાથી કઈ પ્રાણી સાથે વિર વિરોધ ઉત્પન્ન કરતા નથી. એ જ સાધક પરમાર્થદશી–તત્વદશી છે.
से हु चक्खू मणुस्साणं, जे कंखाए व अंतए । अंतेण खुरो वहती, चकं अंतेण लोहता ॥१४॥