________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૪ ઉ૦ ૧
૩૮૧
अणुसासणं पुढो पाणी, वसुमं पूयणासुते । अणासए जते दंते, दढे आरयमेहुणे ॥११॥
શબ્દાર્થ : (૧) ધર્મોપદેશ (૨) ભિન્ન ભિન્ન (૩) જેમાં ભિન્ન ભિન્ન પરિણમે છે () સંયમધારી (૫) પૂજા સત્કારમાં આસક્ત (૬) પૂજામાં અનાસકત (૭) સંયમમાં યત્નાવત (૮) જિતેન્દ્રિય (૯) સંયમ પાલનમાં દઢતાવાળા (૧૦) રહિત (૧૧) મૈથુનથી.
ભાવાર્થ – ધર્મોપદેશ ભિન્ન ભિન્ન જમાં ભિન્ન ભિન્ન રૂપે પરિણત થાય છે, પૈકી જે સાધકે દેવાદિકૃત પૂજાસત્કારમાં અનાસત રહીને રુચિ ન રાખતા સંયમ પરાયણ રહી સંયમમાં દૃઢતા રાખી જિતેન્દ્રિય બની મૈથુન સેવનથી દૂર રહેનારા મોક્ષની સન્મુખ બની રહે છે, પરંતુ જે સાધકે સંયમધારી દેવાદિકૃત પૂજામાં આસક્ત બની પૂજાને ગ્રહણ કરે છે, તેઓ ભલે સાધુવેષમાં હોય પરંતુ તેઓ સંસાર પરિભ્રમણ વધારી રહેલ જાણવા, મોક્ષની પ્રાપ્તિ આરંભ પરિગ્રહ તથા કષાયના ત્યાગથી અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત૫ ગુણના આરાધનથી કહેલ છે. જાણીને બાહા આત્યંતર પરિગ્રહ તથા આરંભથી સાધકે દૂર રહેવું એ જ આત્મકલ્યાણ પ્રાપ્તિને સાચે માર્ગ છે.
णीवारे व ण लीएज्जा, छिन्नसोए अणाविले । अणाइले सया दंते, संधि पत्ते अणेलिसं ॥१२॥
શબ્દાર્થ : (૧) ચેખાના પ્રલોભનમાં સુઅર કેમ (૨) સ્ત્રી સેવનમાં (૩) આસકત ન બને (૪) આશ્રવઠારને છેદનાર (૫) રાગદ્વેષથી રહિત (૬) વિષયમાં અનાસકત નિર્મળ ચિત્તવાળા (૭) સદા (૮) જિતેન્દ્રિય (૯) અનુપમ (૧૦) સંધિ-મેષગતિ (૧૧) પ્રાપ્ત કરે છે.