________________
૩૮૦
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૫ ઉ૦ ૧
શબ્દાર્થ: (૧) સ્ત્રીનું (૨) સેવન (૩) કરતે નથી (૪) સર્વથી પહેલાં (૫) મોક્ષગામી (૬) તે (૭) મનુષ્ય (૮) બંધનથી (૯) મુક્ત (૧૦) તે (૧૧) મનુષ્ય (૧૨) અસંયમી જીવનને (૧૩) ઈચ્છતો નથી.
ભાવાર્થ:- જે પુરુષ સ્ત્રી સેવન કરતા નથી, એ પુરુષ સર્વથી પ્રથમ મેક્ષને પ્રાપ્ત કરે છે, કર્મબંધનથી યુક્ત સાધકે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી, સ્ત્રી સેવનના વિપાકે કઠિન દુઃખદાયી હોય છે તથા સ્ત્રીઓ સુગતિના માર્ગમાં અર્ગલારૂપ જાણવી, તેમ જ સંસારમાં ઉતરવાને અથવા તો સંસાર વૃદ્ધિને માર્ગ જાણ. સ્ત્રીઓ અવિનયમાં પ્રધાન અને સેંકડો કપટજાળોથી યુક્ત મહામોહન શક્તિરૂપ જાણવી. સ્ત્રીઓના પ્રસંગથી જેઓ છૂટયા તેઓ શીઘ મેક્ષને પ્રાપ્ત કરે છે, તેથી આત્માથી સાધકોએ સ્ત્રી સહવાસથી દૂર રહેવું એ આત્મ કલ્યાણનો માર્ગ છે.
जीवितं पिट्ठओ किंचा, अंतं पार्वति कम्मुणं । कम्मुणा संमुहीभूता, जे मग्गमणुसासई ॥१०॥
શબ્દાર્થ : (૧) અસંયમી જીવનથી (૨) નિરપેક્ષ (૩) રહેનાર () કર્મોના (૫) અંતને (૬) પામે છે (૭) નિર્વઘ વિશિષ્ટ અનુષ્ઠાનેથી (૮) મેક્ષ સન્મુખ (૯) થાય છે (૧૦) જે મોક્ષ માર્ગને (૧૧) ઉપદેશ આપે છે.
ભાવાર્થ – જે સાધક અસંયમી જીવનથી દૂર રહે છે અને સંયમી જીવનમાં રક્ત છે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અંતને પ્રાપ્ત કરે છે. જે સાધક નિરવદ્ય અને ઉત્તમ અનુષ્ઠાને દ્વારા મોક્ષ સન્મુખ થનારાઓ જ મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. તેઓ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.