________________
૭૪
સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૪ ઉ૦ ૧
શબ્દાર્થ ઃ (૧) શુદ્ધતાથી (૨) સૂત્ર ઉચ્ચારણ કરનાર (૩) શાસ્ત્રોક્ત તપ કરનાર (૪) ધર્મને (૫) જે સાધુ ઉત્સર્ગના સ્થાને (૬) ઉત્સર્ગ (૭) અંગીકાર કરતા હેય () ગ્રહણ કરવા યોગ્ય (૯) વાયવાળા (૧૦) શાસ્ત્રના અર્થમાં કુશલ (૧૧) વિના વિચારે કાર્ય નહિ કરનાર (૧૨) યોગ્ય પુરુષ (૧૩) સર્વત સમાધિની (૧૪) વ્યાખ્યા કરી શકે.
ભાવાર્થ- જે સાધુ શુદ્ધતાથી સૂત્રના ઉચ્ચારણ કરવામાં કુશળ તથા શાક્ત તપના અનુષ્ઠાન કરતા હોય એ પ્રકારે ઉત્સર્ગના
સ્થાને ઉત્સરૂપ ધર્મને અને અપવાદના સ્થાનમાં અપવાદરૂપ ધર્મને સ્થાપિત કરતા હોય, તેવા પુરુષે ગ્રાહ્ય વાક્ય હોય, અથવા તેનું વચન સર્વને માન્ય હોય, એ પ્રકારે અર્થ કરવામાં નિપુણ તથા વિના વિચારે કાર્ય નહિ કરવાવાળા પુરુષ સર્વોક્ત ભાવસમાધિનું પ્રતિપાદન કરી શકે છે અને શ્રત તથા ચારિત્ર ધર્મને યથા તથ્ય ગ્રહણ કરી શકે છે. આવા મહાન પુરુષો જ સંસાર સમુદ્રને તરી પાર પામ્યા છે. પાર પામે છે, ને પાર પામશે, એમ જાણે શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવામાં પ્રમાદ કરે નહિ તે સાધકનું કર્તવ્ય છે. આત્મકલ્યાણને માર્ગ છે. સાધુ સમ્યગદર્શનને દૂષિત કરે નહિ અને આગમન યથાર્થ સ્વરૂપને પ્રગટ કરે. વિચાર કરી વાક્ય બોલે, જે આગમત તપના અનુષ્ઠાન કરે છે તથા શ્રત ચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરે છે. આશય એ છે કે અર્થ શાસ્ત્રની આજ્ઞા માત્રથી ગ્રહણ કરવા યોગ્ય હોય તે અર્થોને આજ્ઞા માત્રથી ગ્રહણ કરવા જોઈએ અને અર્થ હેતુથી ગ્રહણ કરવા યોગ્ય હોય તેને હેત દ્વારા ગ્રહણ કરવા જોઈએ. આવી રીતે જ્યાં શ્રદ્ધાથી માનવા યોગ્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ તે તે સમ્યક્ત્વની દેઢતા ગણાય એમ જાણ સાધકે વીતરાગની આજ્ઞાનું પાલન કરવા સતત ઉપગ રાખ એ સાધક આચાર છે. કર્તવ્ય છે. કલ્યાણને માર્ગ છે.
અધ્યયન ચૌદમું સમાપ્ત.