________________
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૪ ઉ૦ ૧
તથા વ્યાખ્યાન આદિ સમયે સ્યાદ્વાદમય વચન બેલે, એ પ્રકારે ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત રહેનાર સાધુઓની સાથે વિચરતા થકા સાધુ સત્ય ભાષા તથા વ્યવહાર ભાષા બોલે, જે મિથ્યા નહિ, તેમ સત્ય નહિ અને ધનવાન શ્રેતા તથા દરિદ્ર શ્રોતાને સમભાવ પૂર્વક ધર્મ ઉપદેશ પક્ષપાત રાખ્યા સિવાય આપે, પિતાના અનુભવથી સિદ્ધ થયેલ હકીકતને આશ્રય લઈ પદાર્થોને ૨૫ષ્ટતાથી પૃથક કરી શ્રેતાને સમજાવે અને સંયમ પાલનમાં પ્રવૃત્ત રહે.
अणुगच्छमाणे वितहं विजाणे, तहा तहा साहु अककसेणं । ण कत्थई भास विहिंसइज्जा, निरुद्धगं वाविन दीहइज्जा ॥२३॥
શબ્દાર્થ: (૧) પૂર્વોક્ત બે ભાષાઓ દ્વારા પ્રવચન કરતા સાધુના કથનને કઈ ઠીક ઠીક સમજી લે છે (૨) કે મંદ બુદ્ધિવાળો વિપરીત (૩) સમજે છે (૪) જે વિપરીત સમજે છે તેને (૫) સાધુ (૬) કમળ શબ્દથી સમજાવવા પ્રયત્ન કરે છતાં સમજે નહિ તો તે મંદમતિ સાધકને (૭) અનાદર કરે નહિ તેનું ચિત્ત દુઃખાવે નહિ (૮) સાધુ પ્રશ્ન કરનાર વ્યક્તિઓની ભાષાની (૯) નિંદા કરે નહિ (૧૦) લઘુ અર્થને (૧૧) શાબ્દાડંબર કરી વિસ્તૃત (૧૨)
ભાવાર્થ – પૂર્વોક્ત બે ભાષાને આશ્રય લઈ ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ બુદ્ધિમાન પુરુષ ઠીક ઠીક સમજી લે છે અને કોઈ મંદ બુદ્ધિ પુરુષ વિપરીત સમજે છે, તે વિપરીત સમજનાર મંદમતિવાળાને સાધુ કમળ શબ્દોથી સમજાવવાને પ્રયત્ન કરે પરંતુ અનાદર કરી તેના ચિત્તને દુઃખાવે નહિ તથા પ્રશ્ન કરવાવાળાની ભાષાની નિંદા કરે નહિ અને કઈ વાકાના અર્થ ટૂંકા હોય તો તેને શબ્દાડંબર કરી વિસ્તૃત કરે નહિ, સરલતાથી શ્રેતાઓને ઉપદેશ આપે.