________________
સત્ર થતાંગ સૂત્ર અ. ૧૪. ઉ૦ ૧
- ભાવાર્થ – જેમ માગ ભ્રષ્ટ પુરુષ માર્ગ બતાવનાર પુરુષની વિશેષ પ્રકારથી તેમનો ઉપકાર માની પૂજા સત્કાર કરે, એવી જ રીતે સંયમપાલનમાં ભૂલ કરવાવાળા સાધુને સન્માર્ગને ઉપદેશ આપનાર પુરુષની પૂજા તથા સત્કાર કરી તે ઉપદેશ પોતાના હદયમાં સ્થાપિત કરી ઉપદેશકને ઉપકાર માને, આવા પ્રકારનું કથન શ્રી વીર્થકર દેવોએ તથા શ્રી ગણધર મહારાજે કહેલ છે, તેના ઉપર શ્રદ્ધા લાવી સદ્ગુરુને અગર હરકેઈ વ્યક્તિ સાધક મોક્ષ માર્ગથી દૂર જતા સંસાર અટવીના માર્ગે ચડી જતા તે સ સાર પરિભ્રમણરૂપ માર્ગથી મોક્ષના માર્ગે દોરનાર મોક્ષમાર્ગે લઈ જનાર વ્યક્તિને મહાન ઉપકાર સમજી તેની સેવા કરવી તે સાધકનું કર્તવ્ય છે અને સાથે કલ્યાણનું કારણ છે.
णेता जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाति अपस्समाणे । से सूरिअस्स अन्भुग्गमेणं, मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥
3
૧૩
૧૧
શબ્દાર્થ : (૧) જેમ (૨) માર્ગ દર્શક પુરુષ (૩) અંધારી (૪) રાત્રિમાં (૫) ન દેખતાં (૬) ભાર્ગને (૭) જાણ (૮) નથી (૯) (૧૦) સૂર્યોદય થતાં (૧૧) પ્રકાશ થતાં (૧૨) માર્ગને (૧૩) જાણે છે.
ભાવાર્થ- જેમ માર્ગદર્શક પુરુષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે માર્ગ નહિ દેખા હેવાથી માર્ગને જાણી શકો નથી, પરંતુ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતાં માર્ગને જાણી લે છે, એવા પ્રકારે જિન-વિતરાગદેવના ઉપદેશથી જ્ઞાનથી જીવ સન્માર્ગને જાણ લે છે. અજ્ઞાનરૂપ અંધકારમાં ફસાઈ રહેલ આત્માઓ જિનમાર્ગને નહિ જાણનારા સદ્દગુરુના ઉપદેશથી સંસારના સ્વરૂપને જાણું સંસાર ભાવનો ત્યાગ કરી પ્રત્રજ્યા ગ્રહણ કર્યા બાદ સદ્ગુરુના સમાગમે અજ્ઞાનરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી દીપકના પ્રકાશને પ્રાપ્ત