________________
૩૬૪
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૪ ઉ૦ ૧ કરી, મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાના જ્ઞાનને પાસ કરી લે છે, જેથી સદ્દગુરુના સત્સંગની જરૂર છે.
૧૨
एवं तु सेहेवि अपुट्ठधम्मे, धम्मं न जाणाइ अबुझमाणे । से कोविए जिणवयणेण पच्छा, सूरोदए पासति चक्खुणेव॥१३॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે ઉપરોક્ત (૨) ધર્મમાં (૩) અનિપુણ () શિષ્ય પણ સૂત્રાર્થને (૫) નહિ સમજવાથી (૬) નહોતો (૭) જાણ (૮) ધર્મને (૯) વિદ્વાન બની (૧૦) એ શિષ્ય (૧૧) પરંતુ જિન વાકથી (૧૨) પશ્ચાત ધર્મના સ્વરૂપને જાણી લે છે (૧૩) જેમ સૂર્યોદય થતાં (૧૪) નેત્ર દ્વારા (૧૫) પદાર્થોને દેખે છે.
ભાવાર્થ – એ પ્રકારે નવીન સાધક સૂત્ર તથા અર્થને નહિ જાણનાર ધર્મમાં અનિપુણ શિષ્ય ધર્મના સ્વરૂપને જાણતો ન હોય, પરંતુ પરંપરાએ પુરુષાર્થથી જિન વચનના જ્ઞાતા બની ધર્મના સ્વરૂપને જાણ લે છે. જેમ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાતાં નેત્ર દ્વારા ઘટપટ આદિ સર્વ પદાર્થોને જોઈ શકાય છે. એ રીતે શિષ્ય સદ્ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવાથી મેક્ષના સ્વરૂપને જાણ મેક્ષમાર્ગને જ્ઞાતા બની મોક્ષને પ્રાપ્ત કરી સમાધિને પ્રાપ્ત કરે છે.
उडूढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा। सया जए तेसु परिव्वएज्जा, मणप्पओसं अविकंपमाणे ॥१४॥
શબ્દાર્થ : (૧) ઉપર (૨) નીચે (૩) તિરછી (૪) દિશાઓમાં (૫) ત્રસ (૬) સ્થાવર (૭) પ્રાણ રહે છે (૮) સદા (૯) તેમાં (૧૦) યત્નાપૂર્વક સંયમ રાખી (૧૧) વિચરે (૧૨) મનથી થોડે પણ દ્વેષ ન કરતાં (૧૩) સંયમમાં નિશ્ચલ રહે.