________________
૨૬૨
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૧
શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) માર્ગના જાણનાર (૩) વનમાં () માર્ગ ભૂલેલ (૫) પ્રજાને (૬) હિતકારી (૭) ભાર્ગની (૮) શિક્ષા (૯) એ રીતે (૧૦) મને (૧૧) શિક્ષા (૧૨) શ્રેય છે (૧૩) જે (૧૪) મને (૧૫) વૃદ્ધ હિતકારી (૧૬) શિક્ષા દે છે.
ભાવાર્થ- જેમ જંગલમાં–વનમાં માર્ગ ભૂલેલને, માગરમ જાણકાર માગને બતાવે, તે માર્ગ બતાવનાર ઉપર માર્ગ ભૂલનાર પુરુષ પ્રસન્ન થાય છે અને સમજે છે કે આ શિક્ષા મને કલ્યાણકારી છે, એની માફક ઉત્તમ માર્ગની શિક્ષા દેનાર પુરુષ ઉપર શિક્ષા પામનાર સાધુ પ્રસન્ન થાય છે અને માને છે કે આ ઉપદેશ મારા કલ્યાણનું કારણ છે, એમ માની શિક્ષા દેનારને મહાન ઉપકાર માને, કારણ કે ઘોર જંગલમાં દિશામૂઢ થયેલ મનુષ્ય માર્ગ ભૂલવાથી ગભરાઈ જાય છે અને માર્ગને પતો ન મળતાં માર્ગ દેખાડનારને જીવિતદાન આપનાર માની પ્રસન્ન થઈ તેને મહાન ઉપકાર માને છે, એ પ્રકારે સંસારરૂપ અટવીમાં ભૂલેલાને, સંસાર અટવીમાંથી બહાર કાઢી શાન્તિના માર્ગરૂપ મોક્ષના માર્ગને બતાવનારને મહાન ઉપકાર માની પ્રસન્ન થાય છે એમ જાણી સુસાધુએ શિક્ષા આપનારનો ઉપકાર માની સંયમમાં ઉપગવંત રહી સંયમ પાલન કરવું.
अह तेण मूढेण अमूढगस्स, कायव्व पूया सविसेसजुत्ता । एओवमं तत्थ उदाहु वोरे, अणुगम्म अत्थं उवणेति सम्म ॥११॥
શબ્દાર્થ : (૧) પશ્ચાત (૨) એ (૩) મૂઢ પુરુષે (૪) અમૂઢ પુરુષની (૫) પૂજા (૬) વિશેષ રૂપથી (૭) કરવી જોઈએ (૮) આ ઉપમા (૯) બતાવી છે (૧૦) આ વિષયમાં (૧૧) વીર પ્રભુએ (૧૨) સમજી (૧૩ પદાર્થને (૧૪) શિક્ષાના ઉપકારને સાધુ પિતામાં સ્થાપિત કરે (૧૫) સમ્યફ પ્રકારે.