________________
સૂત્ર કૃતગ સત્ર અ. ૧૩ ઉ૧
તેની ભૂલ સુધારવા શિક્ષા વચને કહેવામાં આવે તે તે શિક્ષાને સમભાવથી સ્થિરતાથી સ્વીકાર કરે નહિ અને કેાધને વશ થઈ શિક્ષા દેનાર ઉપર ક્રોધ કરે તો તેવા સાધકે સંયમપાલનથી ભ્રષ્ટ થઈ સંસાર પ્રવાહમાં તણાતા થકાં જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણ કરે અને દુઃખને ભોગવે તેમ જ સંસારને પાર કરવા સમર્થ બને નહિ, એમ જાણ સાધકે પ્રમાદ વશ કેઈ સંયમપાલનમાં ક્ષતિ થઈ જાય તે તે ક્ષતિને દૂર કરવા સતત જાગૃત બની અહંભાવ ત્યાગીને શિખામણ આપનારને ઉપકાર માની પ્રાયશ્ચિત્ત લઈ વિશુદ્ધ બની શુદ્ધ સંયમપાલન કરવું તે પિતાના જ માટે શ્રેયસ્કર છે विउद्वितेणं समयाणसिह डहरेण बुड्ढेण उ चोहए य । अच्चुट्टियाए घडदासिए बा, अगारिणं बा समयाणुसिहे ॥६॥
શબ્દાર્થ : (૧) શાસ્ત્ર વિરૂદ્ધ આચારવાળા ગૃહસ્થ (૨) અન્યતીથી (૩) આચારની (૪) શિક્ષા પામતા (૫) નાની વયના (૬) મોટી વયના (૭) પ્રેરિત કર્યા થકા (૮) અત્યન્ત નિન્દનીય કાર્ય કરનાર (૯) ઘટ દાસી (૧૦) ધર્મની (૧૧) શિક્ષા આપતા.
ભાવાર્થ – વીતરાગદેવના રચેલા શાસ્ત્ર વિરૂદ્ધ કાર્ય કરનાર અને સંસારમાં ખુલા, આત્માનું અહિત કરનાર ગૃહસ્થ લોક અથવા અન્યતીથીઓ અથવા નિન્દનીય કાર્ય કરવાવાળી ઘટદાસી પાણી ભાવાળી દાસી તથા સાધકથી નાની વયના અથવા મોટી વયના આદિ કોઈ વ્યક્તિ, કોઈ પણ સાધુ આચાર વિરૂદ્ધ કાર્ય કરતા હેય તે સાધુને ઉત્તમ આચારની શિખામણ આપે અને કહે જે આ૫ જે કાર્ય કરી રહ્યા છે તેવા કાર્ય તે ગૃહસ્થને ગ્ય પણ નથી, તો પછી આવા આચાર વિરૂદ્ધ કાર્ય સાધુથી કેમ થાય ? ન જ થાય, આ રીતે શુદ્ધ આચારના ધમને ઉપદેશ પ્રાપ્ત થતાં તે સાધુ શિખામણ