________________
સત્ર કૃતાંગ સત્ર મ0 29-
દેખાય છે. એવા પ્રકારે ચેતન, સચેતન રૂપ સરાસ્ત લેક એક આત્મારૂપ છે. એટલે એક જ જ્ઞાનપિંડ આત્મા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી અદિ ભૂતોના આકાશમાં જુદા જુદા દેખાય છે. એ રીતે આત્માના સ્વરૂપમાં કઈ ભેદ નથી. એક જ આત્મા સર્વ ભૂતામાં સ્થિત છે જેમ જલમાં ચંદ્રમાના પ્રતિબિમ્બ જુદા જુદા દેખાય છે જગતમાં જે કે પુરુષ થઈ ગયા અને ભવિષ્યકાળમાં જે થવાવાળા એ સર્વ પુરુષ આત્મા છે તે આત્માઓ તે સર્વ પ્રાણુઓના ભેગને માટે અનુકંપાથી કારણ અવસ્થાને છેડી જગના રૂપને ધારણ કરે છે. આત્મા ગતિશીલ છે, ગતિરહિત પણ છે, દૂર છે, નિકટ પણ છે, સર્વની અંદર છે બહાર પણ છે. આવા પ્રકારની આત્માદ્વૈતવાળાની માન્યતા છે.
एवमेगेत्ति जपंत्ति, मंदा आरंभणिस्सिया । एये किच्चा सयं पावं , तिव्वं दुक्खं नियच्छइ ॥ १० ॥
(
૧૧
૧૨
શબ્દાર્થ : (૧) વળી કઈ (૨) એક આત્મા (૩) બતાવે છે (૪) અજ્ઞાની (૫) આરંભમાં (૬) આસક્ત (૭) કોઈ એક પુરુષ (૮) કરીને (૯) સ્વયં (૧૦) પાપ (૧૧) તીવ્ર (૧૨) દુઓને (૧૩) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ – વળી કઈ અજ્ઞાની મનુષ્ય સમસ્ત જગતમાં *માત્મા એક જ હોવાની માન્યતા ધરાવે છે, આ રીતે આત્માને સર્વ
વ્યાયી તથા આત્માને એક જ માનવાથી તે કોઈ એક જીવ અભ કર્મો કરનારની માફક શુભ કર્મ કરવાવાળાને પણ તીવ્ર દુઃખ પ્રાપ્ત થવા સંભવ છે; પરંતુ તેમ દેખાતું નથી, જગતમાં કેઈ સુખી દેખાય છે તે કઈ દુઃખી દેખાય છે. તેથી આત્માને સર્વવ્યાપી એક જ માન એ તે એકાંત અજ્ઞાન જ છે. આવા અજ્ઞાની જ પરમાર્થને નહિ સમજનારા પાંચ ઇન્દ્રિયના વિષય માટે આસક્ત બની આરંભ