________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧
एए पंच महन्भूया, तेभो एगो त्ति आहिया । अंह तेसिं विणासेणं, विणासो होह देहिणं ॥ ८ ॥
શબ્દાર્થ : (૧) એ (૨) પાંચ (૩) મહાભૂત (૪) તેનાથી (૫) એક આત્મા ઉત્પન્ન થાય છે (૬) કહે છે (૭) વળી (૮) તે ભૂતોના (૯) નાશથી (૧૦) આત્માને (૧૧) નાશ (૧૨) થાય છે.
ભાવાર્થ – વળી તેઓ કહે છે કે પાંચ મહાભૂત શરીર રૂપથી એકત્ર થતા પરિણિત થતા તે ભૂતથી અભિન્ન જ્ઞાન સ્વરૂપ એક ચિતન્યવંત આત્મારૂપ પદાર્થ ઉત્પન્ન થાય છે અને તે પાંચ મહાભૂતના નાશથી આત્માને પણ નાશ થાય છે જેથી મરણ રૂપ વ્યવહાર થાય છે; પરંતુ આત્મા અહીંથી મૃત્યુ પામી અન્ય સ્થાને ઉત્પન્ન થાય છે અને કર્મવશાત સુખદુઃખ ભેગવે છે એમ કહેવું તે મિથ્યા છે આવી માન્યતા કાયતિક મતવાળાની છે. તેઓ ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે.
जहा य पुढवी थूभे, एगे नाणाहि दीमह । एवं भो ! कसिणे लोए, विन्नू नाणाहि दीसह ॥ ९ ॥
શબ્દાર્થ ઃ (૧) જેમ (૨) એક (૩) પૃથ્વી સમૂહ (૪) નાના રૂપમાં અલગ અલગ (૫) દેખાય છે (૬) તેની માફક (૭) આત્મા (૮) સમસ્ત (૧૦) (૧૦) જગતમાં (૧૧) આત્મસ્વરૂપે (૧૨) અલગ અલગ (૧૩) દેખાય છે.
ભાવાર્થ – જેમ એક પૃથ્વી સમૂહ અલગ અલગ રૂપમાં દેખાય છે પૃથ્વી એક જ હોવા છતાં તેના અવયવરૂપ નદી, સમુદ્ર, પર્વત, નગરની સ્થિતિના આધારરૂપ વિચિત્ર રૂપમાં દેખાય છે, નીચા, ઉંચા, મૃદુ, કઠણ, લાલ, પીળા, આદિ ભેદથી જુદા જુદા રૂપમાં