________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧
શબ્દાર્થ: (૧) અહંત કથિત (૨) ગ્રંથો (૩) છોડીને (૪) કેટલાએક (૫) શ્રમણ (૬) બ્રાહ્મણ () અજ્ઞાનીઓ (૮) સ્વરચિત સિદ્ધતિમાં આસક્ત (૯) કામગમાં (૧૦) આસક્ત (૧૧) મનુષ્યો.
ભાવાર્થ – શાકયાદિ ભિક્ષુઓ તથા બ્રાહ્મણે તથા અન્ય દર્શનીઓ શ્રી અરિહંતદેવના કથિત સિદ્ધાંતને અસ્વીકાર કરીને પિતાની રૂચી અનુસાર રચિત ગ્રંથમાં આસક્ત રહી અજ્ઞાનીઓ પરમાર્થને નહિ જાણનારા કામમાં આસક્ત બની સંસાર પરિબ્રમણને વધારે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. અશુભગ, કષાય, પરિગ્રહ મમત્વ તથા વિષય અને પ્રાણી હિંસા એ બધા કર્મ બંધનના હેતુઓ છે અને તે બંધનેને વિષયભેગો આદિ પાપકર્મના ત્યાગથી અને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સંયમ આરાધનથી તે કર્મોને તેડી શકાય છે. કર્મોને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારના ભગવંત મહાવીરના કથિત ઉપદેશને અસ્વીકાર કરે છે અને કામગોમાં આસક્ત બની જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે તેમ જાણ સાધકે અન્ય તીર્થીઓના સંગથી દૂર રહેવું.
सन्ति पंच महन्भूया, इहमेगेसि माहिया। पुढवी आउ तेउ वा, वाउ आगास पंचमा ॥ ७ ॥
૧૦
૧૧
- શબ્દાર્થ : (૧) આ લેકમાં (૨) પાંચ (૩) મહાભૂત (૪) છે (૫) કેટલાએક (૬) કરે છે (૭) પૃથ્વી (૮) પાણી (૯) અગ્નિ (૧૦) વાયુ (૧૧) આકાશ (૧૨) પાંચ.
ભાવાર્થ – પાંચ મહાભૂતવાદીઓનું કથન છે કે આ લેકમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ એ મહાભૂત છે. આ પાંચ મહાભૂતને સમસ્ત લેકવ્યાપી માને છે. આ પાંચ મહાભૂતે સિવાય અન્ય કોઈ પદાર્થ હોવાનું તેઓ માનતા નથી.