________________
૩૫૬
સત્ર કૃતમ સત્ર અ. ૧૪ ઉ૦ ૧
जहा दियापोतमत्तजातं, सावासगा पवित्रं मन्नमाणं । तमचाइयं तरुणभपत्तजातं, ढंकाइ अव्वत्तगमं हरेज्जा ॥२॥
૧૧.
શબ્દાર્થ : (૧) જેમ કેાઈ (૨) પક્ષીના (૩) બચ્ચા (૪) પૂરી પાંખે આવ્યા વિના (૫) પિતાના સ્થાનથી (૬) ઉડીને અન્યત્ર જવા (૭) ઇચ્છા કરે છે (૮) પાંખ વિના ઉડવામાં (૯) સમર્થ હતા દેખીને ઢક (૧૦) તેઓને (૧૧) આદિ પક્ષી ઉડવામાં (૧૨) તેને હરણ કરી નાશ કરે છે (૧૩) છોટા (૧૪) અસમર્થ જાણી.
ભાવાર્થ – પક્ષીના નાના બચ્ચાને પૂરી પાંખો આવ્યા પહેલાં પિતાના સ્થાનથી ઉડીને અન્યત્ર સ્થાને જવા ઈચ્છતા થકા બહાર જતા ઉડવામાં અસમર્થ હોવાથી પાંખ ફડફડાવતા દેખીને ઢક આદિ માંસાહારી પક્ષીઓ તે બચ્ચાને પકડી લઈ મારી નાખે છે. એ દૃષ્ટાંતે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલા વિચરતા સંયમથી ભ્રષ્ટ બને છે. જેથી સાધુએ પિતાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થયા વિના ગચ્છથી બહાર વિચરવાની ઈચ્છા કરવી નહિ, શક્તિ પ્રાપ્ત થયા વિના એકલા વિચરનાર સાધકને ઘણી મુશ્કેલીઓ આવે છે, જેમાંથી પાર થવામાં ઘણું દુઃખ ભોગવવાં પડે છે એમ જાણી ગુરુવાસમાં રહેવું એ અપકાય સાધુને માટે શ્રેયસ્કર છે. एवं तु सेहंपि अपुट्टधम्मं, निस्सारियं बुसिमं मन्नमाणा । दियस्स छायं व अपत्तजायं, हरिंसु णं पावधम्मा अणेगे ॥३॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) ધર્મમાં અકુશલ (૩) શિષ્ય (૪) ગ૭થી બહાર નિકળેલ દેખી (૫) પિતાને વશીભૂત (૬) સમજી (૭) ઘણું (૮) પાખંડી (૯) જેમ હરણ કરી લે છે (૧૦) પક્ષીના (૧૧) બચ્ચાની (૧૨) જેમ પૂરી પાંખ નહિ ઉત્પન્ન થયેલ.