________________
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૪ ઉ૦ ૧.
૩૫૫
સત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૪ મું.
ગ્રન્થનામ
गंथं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबंभचेरं वसेजा । ओवायकारी विणयं सुसिक्खे, जे छेय विप्पमायं न कुज्जा ॥१॥
શબ્દાર્થ : (૧) આ લોકમાં (૨) પરિગ્રહ (૩) છોડી (૪) શિક્ષા ગ્રહણ તથા સેવન કરતા (૫) દીક્ષા ગ્રહણ કરી (૬) બ્રહ્મચર્ય (૭) પાલન કરે (2) આચાર્યની આજ્ઞાનું પાલન કરતા (૯) વિનય (૧૦) શીખે (૧૧) સંયમ અનુષ્ઠાનમાં નિપુણ હેય તે કદી સંયમમાં (૧૨) જે પુરુષ (૧૩) પ્રમાદ (૧૪)
ભાવાર્થ:- આ લોકમાં પરિગ્રહને છેડી શિક્ષા ગ્રહણ કરી દીક્ષા લઈને ઉત્સાહથી બ્રહ્મચર્યનું પાલન કરે તથા આચાર્યની આજ્ઞાનું પાલન કરતા થકા વિનયને શીખે. આ રીતે સંયમ પાલન કરવામાં કદી પણ પ્રમાદ કરે નહિ. આવા સાધકે ધન્યવાને પાત્ર બને છે, તેમ જ સમસ્ત કર્મોને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. એમ જાણી સાધક આત્માઓએ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણદિનાં અનંતકાળનાં દુઃખાને નાશ કરવા તથા સંસાર સ્વરૂપને એકાંત દુઃખમય જાણું, આત્મકલ્યાણ માટે ઉદ્યમવંત બની પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવામાં ઉપગવંત રહી. બ્રહ્મચર્યમાં દઢ બની શરીર મમત્વને છેડી, કષાયે મંદ બનાવી, આરંભ પરિગ્રહ જ દુઃખના હેતુઓ જાણે તેને સર્વથા ત્યાગ કરી સંયમ પાલન કરવા સતત જાગૃત રહી. માનવભવને સફળ બનાવ એ જ મનુષ્ય કર્તવ્ય છે.