________________
૫૪
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૩ ઉ૦ ૧
શાસ્ત્ર મર્યાદા અનુસાર વિચરનાર સાધુ મહનીય કર્મોથી અલગ રહી સંયમ અનુષ્ઠાન કરતા વિચરે. તત્વને વિચાર કરી સૂત્રને અનુરૂપ અભ્યાસ કરતા થકાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયાદિ સ્થાવર તથા ત્રસ પ્રાણીઓના પ્રાણોને નાશ થાય તેવા વ્યાપાર કરે નહિ. પોતાના પ્રાણ જતાં પણ ધર્મનું ઉલ્લંઘન કરે નહિ. પરીષહથી પીડિત થતાં તથા અન્ય દુઃખોથી દુઃખિત થતા વેદના સહન ન થાય તેવા પ્રસંગે ધીરજ રાખી સમભાવે દુઃખને સહન કરે, પણ અસંયમી જીવનને
છે નહિ. સંયમમાં ઉપયોગવંત રહી સંયમનું શુદ્ધ પાલન કરતા થકા વિચરે એ સાધુ ધર્મ છે.
અધ્યયન તેરમું સમાપ્ત.