________________
સત્ર તાંસ સૂત્ર અલ ૧૩ ઉ૦ ૬
યમ
શબ્દાર્થ: (૧) ન કરે (૨) પૂજા (૩) સ્તુતિ (૪) ઇચ્છા (૫) પ્રિય (૬) અપ્રિય (૭) કેાઈનું (૮) ન (૯) કરે (૧૦) સર્વ (૧૧) અનર્થો (૧૨) વર્જિત કરે (૧૩) અનાકૂળ રહે (૧૪) કષાય રહિત (૧૫) સાધુ.
ભાવાર્થ- સાધુ પિતાની પૂજા તથા સ્તુતિની ઈચ્છા કર્યા વિના ધર્મોપદેશ આપે, તેમ જ સંસાર સંબંધની કથા શ્રેતાને પ્રિય લાગે તેવી હોય તે પણ ન કરે, તથા રાજકથા વિકથા આદિ કર નહિ, તેમ જ શ્રોતાને અપ્રિય ભાવ ઉત્પન્ન થાય તેવા વચન ન બેલે, પરંતુ રાગદ્વેષ રહિત બની શ્રેતાના અભિપ્રાય જાણી સમગ્ર દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થાય, શ્રેતા તથા ઉપદેશક બંનેનું હિત થાય તે ઉપદેશ દે. સર્વ અનર્થોનો ત્યાગ કરીને સૂત્ર તથા અર્થો અવિશુદ્ધ ધર્મ ઉપદેશ દે. કષાય રહિત બની સંયમનું પાલન કરે.
૧૨
आहत्तहीयं समुपेहमाणे, सव्वेहिं पाणेहिं णिहाय दंडं । णो जीवियं णो मरणाहिकंखी, परिश्वएज्जा वलयांविमुक्के
ત્તિનિ રફા
શબ્દાર્થ : (૧) સત્ય ધર્મને (૨) જતાં થકા (૩) સર્વ (૪) પ્રાણુઓની (૫) હિંસાને (૬) ત્યાગ કરી (૭ જીવન (૮) મરણની (૯) ઇચ્છા (૧૦) ન રાખતા (૧૧) કર્મ રૂપી વલયથી (૧૨) મુક્ત થઈ (૧૩) સંયમમાં વિચરે.
ભાવાર્થ- સાધુ શ્રત ચારિત્રરૂપ સત્ય ધર્મના સ્વરૂપને યથાતથ્ય જાણી, સર્વ પ્રાણીમાત્રની હિંસાને ત્યાગ કરી, અણારંભી તથા અપરિગ્રહી બની અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ. ત્રણ સ્થાવર જીવોની હિંસા કરીને ચિરકાળ સુધી જીવવાની ઈચ્છા કરે નહિ. રોગના દુઃખથી દુઃખિત થતા પણ મરણને ઈચછે નહિ