________________
મુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૩ ઉ૦ ૧
૩૪૦)
અન્ય કોઈ તપસ્વી કે જ્ઞાની નથી, એમ માની પિતાની પ્રશંસા કરે અને અન્ય સંયમી તથા જ્ઞાનીઓ તથા તપસ્વીઓને ચન્દ્રમાના બિંબ સમાન નકલી માને. આ રીતે માનનારા સાધકે અભિમાની તથા અવિવેકી જાણવા, એમ જાણી સાધક આત્માએ પિતાના સંયમચારિત્રનું પાલન કરતાં ચારિત્રનું કે તપનું અભિમાન કરવું નહિ. અભિમાન કરવાથી ગુણોની હાની થાય છે, માટે સમભાવપૂર્વક રહી સંયમ પાલન કરવું.
-
૧૨
एगंतकूडेण उसे पलेइ, ण विजती मोणपयंसि गोत्ते ।
૧૩ जे माणणटेण विउकसेज्जा, वसुमन्नतरेण अबुज्झमाणे ॥९॥
શબ્દાર્થ : (૧) એકાંત (૨) મોહપાસથી (૩) સંસાર પરિભ્રમણ કરે (૪) નથી (૫) વિદ્યમાન (૬) સાધુપણામાં (૭) ઉચ્ચ ગોત્ર (૮) માન (૯) પૂજા માટે (૧૦) મદ કરે (૧૧) સંયમી હોવા છતાં (૧૨) અન્ય પ્રકારે (૧૩) અજ્ઞાની.
ભાવાર્થ – ઉપર કહ્યા મુજબ અહંકારી સાધક અહંકારનું સેવન કરી એકાંત મહિપાસમાં ફસાઈ સ સારમાં પરિભ્રમણ કરતા થકો સંસારમાં લીન બની રહે છે. આવા અભિમાની સાધકે સર્વજ્ઞ પ્રણીત માર્ગના અનુગામી બની શક્તાં નથી અને માનપૂજાની પ્રાપ્તિ થતાં અભિમાન કરનારા તથા સંયમ ગ્રહણ કરી જ્ઞાનાદિને મદ કરનાર વસ્તુતઃ મૂર્ખ તથા અપંડિત જાણવા, કારણ કે તેઓ પરમાર્થને જાણતા નથી. માનપૂજામાં આસક્ત રહેવાથી તથા મદ કરવાથી કડવા વિપાક રૂપ કર્મબંધન થાય છે, તેનું તેને જ્ઞાન નથી. તેથી તેવા સાધકે સંયમથી પતિત થઈ સંસારમાં ફસાઈ સંયમરૂપ ઉંચ સ્થાનને ગુમાવી અમૂલ્ય માનવ અને હારી જાય છે અને સંસાર અટવીમાં વારંવાર જ મમરણ કરતા થકાં દુઃખેને જોગવતા થકા પરિભ્રમણ કર્યા કરે છે.