________________
૩૪૦
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૩ ઉ૦ ૧
છૂપાવી કોઈ અન્ય વિદ્વાન આચાર્યના નામને બતાવે છે, તેવા સાધકો મોક્ષથી વંચિત રહે છે. વળી પિતામાં સાધુના ગુણે નહિ હોવા છતાં પિતે પિતાને સાધુ માને છે. આવા માયાવી સાધુઓ અનંતવાર સંસારમાં જન્મ મરણના દુઃખને પામે છે અને દિનપ્રતિદિન સાવદ્ય અનુષ્કાને શુભ અનુષ્ઠાન માની બમણું પાપને સંચય કરે છે અને સંસાર પરિભ્રમણ વધારતે રહે છે, એમ જાણી સાધક આત્માએ સંયમી સાધુઓએ માયા કપટ ત્યાગી ગુરુને વિનય સાચવીને સંયમ પાલન કરવું અને શિથિલાચારી સાધુઓના સંગથી દૂર રહેવું.
जे कोहणे होइ जगट्ठभासी, विओसियं जे उ उदीरएजा ।
૧૦ ૧૨ ૧૧ अंधे व से दंडपहं गहाय, अविओसिए धासति पावकम्मी ॥५
| શબ્દાર્થ : (૧) જે પુરુષ (૨) ધી (૩) હેય (૪) પરના દોષો પ્રગટ કરતા હોય (૫) ઉપશાંત થયેલ કલેશ (૬) ફરી ઉત્પન્ન કરે (૭) પાપકર્મ કરવાવાળા છે (૮) સદા કલેશમાં રહેલા (૯) અંધ પુરૂષની માફક (૧૦) લાઠી (૧૧) ગ્રહણ કરી (૧૨) ટુંકા માર્ગે જતાં (૧૩) દુખ પામે છે.
ભાવાર્થ- જે પુરુષ કષાયેના વિપાકને નહિ જાણનાર સદા ક્રોધ કરનાર અને અન્ય વ્યક્તિના દેને પ્રગટ કરનાર પરની નિંદા કરનાર અને ઉપશમી ગયેલ કલેશને ફરી ઉત્પન્ન કરનાર સદા ઝઘડામાં રહેલા પાપી જી જેમ અંધ મનુષ્ય માર્ગને અજાણ લાકડીના ટેકાથી ઉન્માર્ગને પામીને દુઃખી થાય છે, તેની માફક Bધી મનુષ્ય તથા સાધકે દુઃખી થાય છે. એમ જાણી આત્માથી સાધકોએ કેધાદિ કષાયથી–કલેશેપા સદા દૂર રહી ઉપશાંતભાવે રહી સંયમ પાલન કરવું.