________________
૩૩૮
સૂત્ર કૃતાંગ સત્ર અ. ૧૩ ઉ૦ ૧
છે અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિજર આદિ નવતત્ત્વરૂપ જે તવ છે તેને યથાતથ્ય જાણે અને હિતાહિતને બતાવે તે જ્ઞાન અને વ્રત ધારણરૂપ ચારિત્ર તથા સમિતિનું પાલન અને કષાયોનો નિગ્રહ તે ચારિત્ર એ ત્રણ તત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપે અનુષ્ઠાન તે મોક્ષ માગે છે તથા શુભ અનુષ્ઠાન તથા અશુભ અનુષ્ઠાન, સંસાર અને મેક્ષ, ધર્મ અને અધર્મના સત્યભાને પ્રગટ કરીશ, તેને જાણી સાધક સંસારની માયાથી મુક્ત બની સંયમ ધર્મમાં વિચરણ કરે એ સાધુ ધર્મ છે, મોક્ષમાર્ગ છે આત્મહિત છે, કલ્યાણને માર્ગ છે
अहो य राओ य समुष्टिएहिं, तहागएहिं पडिलब्भ धम्म । समाहिमाघातमजोसयंता, सत्थारमेवं फरुसं वयंति ॥२॥
શબ્દાર્થ : (૧) દિવસ (૨) રાત્રિ (૩) ઉત્તમ અનુષ્ઠાન કરનાર (૪) તીર્થકરના (૫) ધર્મને (૬) પામી (૭) તીર્થકરક્ત (૮) સમાધિ (૯) સેવન નહિ કરનારાઓ (૧૦) જ્ઞાન દેનાર તિર્થંકર દેવની (૧૧) નિંદા (૧૨) કરે છે.
ભાવાર્થ- દિવસ અને રાત્રિ મોક્ષસાધનના ઉત્તમ અનુષ્ઠાને કરવામાં પ્રવૃત્ત રહેનારા શ્રી તીર્થંકર દેવના ધર્મને પામી તીર્થંકરદેવ કથિત સમાધિ માર્ગરૂપ ચારિત્રનું સેવન નહિ કરતા થકા જમાલિ આદિ નિહવ શ્રી તીર્થંકરદેવની નિંદા કરે છે અને સત્યમાગને લેપ કરી કુમાર્ગની પ્રરૂપણ કરે છે અને શ્રદ્ધાથી પતિત થાય છે. સંયમભાર ઉપાડવામાં અસમર્થ બનતા સંયમ પાલનમાં ઢીલા થઈ શિથિલ થઈ જ્ઞાન આપનાર જ્ઞાનીઓના અવર્ણવાદ બેલે છે. તેવા સાધકે ઘણા કાળ સુધી જન્મ મરણરૂપ સંસારચક્રમાં પરિ ભ્રમણ કરતા થકાં દુઃખને ભગવે છે. એમ જાણી વિતરાગની આજ્ઞાન વિરાધક થવું નહિ.