________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ૧૦ ૧
શબ્દાર્થ : (૧) જેમ (૨) અંધ પુરુષ (૩) જ્યોતિ (૪) સાથે રહેવા છતા (૫) નેત્રહીન હોવાથી (૬) રૂપોને (૭) દેખી (૮) શકતો નથી (૯) એવી રીતે (૧૦) બુદ્ધિહીન (૧૧) અક્રિયાવાદી (૧૨) વિદ્યમાન (૧૩) ક્રિયા થતી હોવા છતાં (૧૪) દેખી (૧૫) શકતા નથી.
| ભાવાર્થ- જેમ અંધપુરુષ દીપકની સાથે રહેવા છતાં દીપકને તેમ જ અન્ય પદાર્થો વિદ્યમાન હોવા છતાં દેખી શકતો નથી, એ જ રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મોના આચ્છાદનથી જેની બુદ્ધિ હીનતાને પામેલ છે, જેનું જ્ઞાન રૂંધાએલ છે, તેવા શૂન્યતાવાદવાળા પ્રત્યક્ષ પદાર્થોની બદલતી પર્યાયરૂપ થતી ક્રિયાને દેખી શકતા નથી અને જગતને તથા રહેલા પદાર્થોને જૂઠા તથા અભાવરૂપ બતાવે છે, તેથી શું ? જગતના પદાર્થોને અભાવ થઈ શકે ? છતાં શૂન્યતાવાદવાળા પિતાના દુરાગ્રહને છેડતા નથી અને મિથ્યાત્વ ભાવમાં જ રહી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે.
संवच्छरं सुविणं लक्खणं च, निमित्तदेहं च उप्पाइयं च । अटुंगमेयं बहवे अहित्ता, लोगंसि जाणंति अणागताई ॥९॥
| શબ્દાર્થ : (૧) જ્યોતિષ (૨) સ્વપ્ન શાસ્ત્ર (૩) લક્ષણ શાસ્ત્ર (૪) નિમિત્ત શાસ્ત્ર તથા શરીરમાં રહેલા (૫) તલ આદિ ચિન્હોના ફળ બતાવી શકે તેવા શાસ્ત્રો તથા ઉલ્કાપાત દિગ્દાહ આદિના ફળ બતાવી શકે તેવા શાસ્ત્રો આદિ (૬) આઠઅંગવાળા શાસ્ત્રોને (૭) ઘણા પુરુષો (૮) ભણીને (૯) લેકમાં (૧૦) જાણે છે (૧૧) ભવિષ્યની વાતોને.
| ભાવાર્થ- આ જગતમાં ઘણા પુરુષ તિશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર તથા શરીરમાં રહેલા તલ આદિ ચિન્હાનાં ફળ બતાવનાર શાસ્ત્રો તથા ઉકાપાત તથા દિગ્દાહ આદિના ફળ બતાવનાર શાસ્ત્ર, આદિ આઠ અંગવાળાં શા