________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૨ ઉ૦
૦૨૩
११
१२
१३
१४
सम्मिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होइ अणाणुवाई। इमं दुपक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥५॥
શબ્દાર્થ : (૧) મિશ્રભાવ (૨) વચનથી (2) ગ્રહણ કરી (૪). પરવાદીએ (૫) મૌન (૬) બની જાય છે (૭) અજ્ઞાનવાદી (૮) એમ (૯) બે પક્ષ (૧૦) એમ (૧૧) એક પક્ષ (૧૨) કહે છે (૧૩) વાકય છલને (૧૪). પ્રયોગ કરે છે.
ભાવાર્થ – પૂર્વોક્ત નાસ્તિકગણ પદાર્થોને નિષેધ કરી પશ્ચાત પદાર્થોના અસ્તિત્વને સ્વીકાર કરે છે, સ્યાદ્વાદીઓના વચનેને અનુવાદ કરવામાં અસમર્થ બનતાં મૌન ધારણ કરે છે. પિતાના મતને પ્રતિપક્ષ રહિત અને પરમતને પ્રતિપક્ષ સહિત બતાવે છે, સ્યાદુવાદીઓનાં સાધનને આચારને પ્રરૂપણાને વિરોધ બતાવવા ખંડન કરવા વાક્ય છલને પ્રયાગ કરે છે. પદાર્થનું અસ્તિ માન્યા વિના પરવાદીઓના સિદ્ધાંતની સિદ્ધિ ન થવાના કારણે પદાર્થ સિદ્ધ થઈ જાય છે. જેથી ફક્ત વચનથી પદાર્થોને નિષેધ કરતા થકા નાસ્તિકગણ બંનેથી મિશ્રિત પરસ્પર વિરૂદ્ધ પક્ષને સ્વીકાર કરે છે. અને પિતાના મતનું દુરાગ્રહ વડે સ્થાપન કરે છે. આવા અજ્ઞાન મતે જગતમાં રહેલા છે તેનાથી પર રહેવા જ્ઞાનીઓએ આ દિગદર્શન કહેલ છે. વિશેષ વર્ણન મ. જવાહરલાલજીવાળા સૂત્ર પાના ૧૦-૪-પ-દમાં છે. ते एवमक्खंति अधुज्झमाणा, विरूवरूवाणि अकिरियवाई । जे मायहत्ता बहवे मणूसा, भमंति संसारमणोवदग्गं ॥६॥
શબ્દાર્થ : (૧) વસ્તુના સ્વરૂપને નહિ સમજનાર (૨) નાના પ્રકારના (૩) શાસ્ત્રોનાં કથન કરે છે એ શાસ્ત્રોને (૪) અક્રિયાવાદી (૫) આશ્રય લઈ (૬) બહુ (૭) મનુષ્યો (૮) અનંતકાળ સુધી (૯) સંસાર (૧૦) ભ્રમણ કરે છે,