________________
સત્ર કૃતગિ સૂત્ર અ. ૧૨ ૧૦
૩૨૧
શબ્દાર્થ : (૧) અજ્ઞાનવાદીઓ (૨) પિતાને કુશળ (૩) માને છે છતા (૪) સંશયથી રહિત નથી (૫) તેઓ મિથ્યાવાદી છે (૬) સ્વયં અજ્ઞાની છે (૭) અજ્ઞાની શિષ્યોને (૮) ઉપદેશ આપે છે (૯) તેઓ વિચાર કર્યા વિના (૧૦) મિથ્યા (૧૧) ભાષણ કરે છે.
ભાવાર્થ - અજ્ઞાનવાદી પિતાને નિપુણ માને છે, પરંતુ સંશયથી રહિત નથી, અજ્ઞાનને જ કલ્યાણનું સાધન માને છે, તેથી અસત્યભાષી છે, હવયં અજ્ઞાની છે અને અજ્ઞાની શિષ્યને પણ મિથ્યા ઉપદેશ આપે છે, વસ્તુ તત્વને વિચાર નહિ હોવાથી મિથ્યા ભાષણ કરે છે, વળી કહે છે જે જગતમાં સંપૂણ જ્ઞાની-સર્વજ્ઞ છે જ નહિ, અજ્ઞાનીઓ તર્ક કરી જગતના લેકોને અવળું સવળું સમજાવી ભેળા જનેને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. આ રીતે સ્વયં તથા તેના અનુસરનારાને સંસાર સમુદ્રમાં ડૂબાડે છે એમ જાણી તેના સંગથી દૂર રહેવું.
सच्चं असच्चं इति चिंतयंता, असाहु साहुत्ति उदाहरंता । जेमे जणा वेणइया अणेगे, पुढावि भावं विणइंसु णाम ॥३॥
| શબ્દાર્થ : (૧) સત્યને (૨) અસત્ય (૩) માનનારા (૪) અસાધુને (૫) સાધુ (૬) માનનારા () એ વિનયવાદી (૮) અનેક છે (૯) પૂગ્યા થકા (૧૦) વિનયથી (૧૧) મોક્ષને બતાવે છે (૧૨) મનુષ્ય.
ભાવાર્થ – વિનયવાદીઓ સત્યને અસત્ય તથા અસાધુને સાધુ બતાવે છે તથા કઈ પૂછે તેને વિનયથી જ મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર જે સત્ય મોક્ષને માર્ગ છે તેને અસત્ય કહે છે અને વિનયથી જ મોક્ષ બતાવે છે, ખાલી વંદન માત્ર ક્રિયાથી જ સાધુપણું માને છે, ધર્મની યથાર્થ પરીક્ષા કરી શકતા નથી, તેને બત્રીસ ભેદ છે સર્વકાર્યની સિદ્ધિ માટે