________________
સત્ર તાંગ ભત્ર અ. ૧૧ ૧ ૧
૧૧
શબ્દાર્થ ઃ (૧) જેમ નક્ષત્રમાં (૨) ચંદ્રમા પ્રધાન છે એવી રીતે (૩) નિર્વાણને સર્વથી ઉત્તમ (૪) માનવાવાળા (૫) પુરુષ સર્વથી શ્રેષ્ઠ છે તેથી (૬) સદા (૭) પ્રયત્નશીલ તથા (૮) જીતેન્દ્રિય બની (૯) મોક્ષ (૧૦) સાધન કરે (૧૧) મુનિ.
ભાવાર્થ- જેમ ચંદ્રમાં સર્વ નક્ષત્રોમાં પ્રધાન છે, એવી રીતે નિર્વાણ-મોક્ષને સર્વથી ઉત્તમ માનવાવાળા પુરુષ સર્વથી શ્રેષ્ઠ છે, એમ માની મુનિ, સદા પ્રયત્નશીલ તથા જીતેન્દ્રિય બની મનને વશ કરી મોક્ષ પ્રાપ્તિના માટે સંયમ અનુષ્ઠાન આદિ કરે. સર્વ ધર્મોમાં નિર્વાણ ધર્મ પ્રધાન જાણી, સાધકે જાગૃત રહી આત્મહિત સાધન કરી લેવું.
घुज्झमाणाण पाणाणं, किच्चंताण सकम्मुणा । आघाति साहु तं दीवं, पतिद्वेसा पहुचई ॥२३॥
શબ્દાર્થ ઃ (૧) પ્રાણીઓના માટે (૨) મિથ્યાત્વ કષાય આદિ સંસાર ૩૫ પ્રવાહમાં તણાઈ રહેલા (૩) સ્વયં કર્મના ઉદયે (૪) પીડા પામતા (૫) બતાવે છે (૬) ઉત્તમ (૭) તીર્થકર આદિ (૮) આ મોક્ષમાર્ગ રૂપ દીપ (૯) તેમ વિદ્વાને કહે છે (૧૦) એ જ મોક્ષનું સાધન છે.
ભાવાર્થ- મિથ્યાત્વ, કષાય, વિષય, પ્રમાદ, અત્રત આદિ સંસારરૂપ પ્રવાહમાં તણાતા સંસાર તરફ ધસતા અને સ્વકર્મના ઉદયથી પીડા પામતા થકા સંસાર સમુદ્રમાં ડૂબતા જેને વિશ્રામરૂ૫ સમ્યમ્ દર્શન આદિને દ્વીપ સમાન ઉપદેશ શ્રી તીર્થકર તથા ગણધરોએ કરૂણભાવથી દુઃખથી મુક્ત થવાને સુખની પ્રાપ્તિ માટે આપેલ છે, તેમ જ વિદ્વાન પુરુષો કહે છે કે સમ્યગદર્શન આદિ દ્વારા જેને સંસાર પરિભ્રમણમાંથી વિશ્રામ પ્રાપ્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.