________________
ચત્ર તાગ સૂત્ર અ. ૧૧ ઉ. ૧
ભાવાર્થ - અન્નદાન તથા જલદાન આપવા માટે જે આરંભ થાય છે, તેમાં ત્રસ અને સ્થાવર જીને નાશ થાય છે, અન્નદાનમાં યચન યાચન આદિને આરંભ છે, જલદાનમાં પૃથ્વી ખોદતાં પણ જીવોની હિંસ થાય છે જેથી ત્રણ અને સ્થાવર જીના રક્ષણ માટે આવા કાર્યોમાં પુણ્ય છે તેમ પૂછનાર વ્યક્તિને કહે નહિ, મીન ઘારણ કરે, આવા કાર્યો ગૃહસ્થને ગ્ય છે.
जैसिं तं उवकप्पंति, अन्नपाणं तहाविहं । तेसिं लाभंतरायंति, तम्हा गस्थिति णो वए ॥१९॥
શબ્દાર્થ : (૧) જેના માટે દાન દેવા (૨) અન્ન (૩) પાન (૪) બનાવાય છે (૫) તથા પ્રકારના (૬) તેઓને (૭) અંતરાય રૂ૫ ન થાય (૮) તેથી આવા દાનના કાર્યોમાં (૯) પુણ્ય નથી (૧૦) તેમ સાધુ (૧૧) બેલે (૧૨) નહિ.
ભાવાર્થ – જે જીવને દાન આપવા માટે તથા પ્રકારના અન્ન જલ તિયાર થતાં હોય તે તે જીને અન્ન અને લાભની અંતરાય ન થાય, એ કારણે આવા દાનમાં પુણ્ય નથી તેમ સાધુ હોય તે બોલે નહિ, પરંતુ મૌન રહે, કારણ કે અન્ન તથા પાણી દેવાના કાર્યોમાં છકાય જવને આરંભ થાય છે, જેથી સાધુએ પુણ્ય નથી તેમ પાપ નથી તેમ બેલવું નહિ, કારણ કે અન્ન જલના ઈચછુક છોના લાભમાં અંતરાય થતાં તે આહાર દેકની ઈચછાવાળા જે અન્ન જલના અભાવમાં ક્ષુધા તૃષાથી પીડિત થાય તેથી સાધુએ આવા પ્રસંગે મૌન રહેવું. તે સાધુ આચાર છે.
जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं । जे य चं पडिसेइंति, वित्तिय करति ते ॥२०॥