________________
સત્ર તાગ સૂત્ર ૧ ઉ. ૧ ઉપકરણો આદિ જરૂરીયાતની વસ્તુઓ પણ નિર્દોષ યાચના કરી લેવાને કલ્પ છે. તેથી સાધુ આવા પ્રસંગે મૌન ધારણ કરે
१२
तहा गिरं समारब्भ, अस्थि पुणंति णो वए । अहवा णस्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥१७॥
શબ્દાર્થ : (૧) ઉપરકત (૨) વાણી સાંભળી (૩) સમારંભમાં (1) પુણ્ય (૫) છે (૬) તેમ બોલે (૭) નહિ (૮) અથવા (૯) નથી (૧૦) પુણ્ય (૧૧) એમ બેલવું (૧૨) મહા ભયરૂપ છે.
ભાવાર્થ- સાધુને કદાચિત કોઈ રાજા આદિ વ્યક્તિ એમ પૂછે કે કૂ ખોદાવવામાં, અન્નક્ષેત્ર સ્થાપન કરવામાં, પાણીના પરબ બંધાવવા આદિ જે જે કાર્યોમાં છ જીવ નિકાયની હિંસા થતી હોય જે કાર્યોમાં પુણ્ય અને પાપકર્મના મિશ્ર કર્મબંધન થાય તેવા સાવદ્ય કાર્યોમાં સાધુ પુણ્ય છે અથવા નથી તેમ ઉત્તર દે નહિ, પરંતુ મૌન ધારણ કરે, હા કે ના કહેવી તે સાધુને કલ્પનીય નથી. જે હા કહે તે છકાય જીવની ઘાત થવાને પ્રસંગ ઉત્પન્ન થાય છે અને તે તે જ સાથે વૈરબંધન થાય છે અને વિરબંધન છે તે મહાભયનું કારણ છે અને ના કહે તે જીવોને આહાર પાણી આદિના અંતરાય પડવાથી સાધુને અંતરાય નામનું કર્મબંધન થાય છે જેથી આવા પ્રસંગે સાધુએ મૌન રહેવું. તે જ ઉત્તમ છે.
दाणट्टया य जे पाणा, हम्मति तसथावरा । तेसिं सारखणडाए, तम्हा अस्थिति को वए ॥१८॥
શબ્દાર્થ : (૧) અન્નદાન જલદાન દેવામાં (૨) ત્રસ (૩) સ્થાવર (૪) હણાય છે (૫) છ (૬) તેને (૭) રક્ષણ માટે (૮) પુણ્ય છે (ર) ને (૧૦) બેલે.