________________
મત્ર કૃતાંગ સત્ર ખ૦ ૧૧ ઉ. ૧
૩૦૭ સહેજ પણ દેષની શંકા રહેતી હોય તે તેવા સર્વ પ્રકારના આહારને સાધુ અકલ્પનીક જાણી ગ્રહણ કરે નહિ. આધાકમી આહારથી મિશ્રિત થયેલ આહારને પૂર્વ કર્મ કહેવાય છે.
हणतं गाणुजाणेजा, आयगुत्ते जिइंदिए । ठाणाई संति सड्ढोणं, गामेलु नगरेसु वा ॥१६॥
શબ્દાર્થ : (૧) ધર્મમાં શ્રદ્ધાવાન (૨) ગામ (૩) નગરમાં (૪) સાધુને નિવાસ (૫) હેય છે (૬) આત્મ ગુપ્ત (૭) જીતેન્દ્રિય (૮) હિંસાદિક કાર્યોમાં (૯) અનુમોદન (૧૦) ન કરે.
ભાવાર્થ – જ્યાં જ્યાં ધર્મની શ્રદ્ધાવાળા શ્રાવકે ગામ અગર નગર આદિમાં વસતા હોય તેવા સ્થાનમાં પ્રાધ્ય સાધુને નિવાસ હોય છે. ત્યાં કેઈ ધર્મ શ્રદ્ધાળુ પુરુષ ધર્મોપદેશ સાંભળીને છની ઘાત થાય તેવી ક્રિયાઓ અર્થાત્ કૂવો ખોદાવે, પાણીના પર બંધાવવા, અન્નક્ષેત્ર કરાવવા, આદિ કાર્યોને ઈચ્છતા હોય, તેઓ સાધુની પાસે આવી પૂછે કે ઉપરોક્ત કાર્યમાં ધર્મ છે કે નહિ? તે તેના ઉત્તરમાં સાધુ ભયથી કે શરમથી હિંસાદિક અનુષ્ઠાનમાં અનુમતિ આપે નહિ, પરંતુ ત્યાં મૌન ધારણ કરે (તેમ જ નિષેધ પણ કરે નહિ) કારણ કે સંયમગ્રહણ સમયે પંચ પરમેષ્ટીની સાક્ષીએ ચતુર્વિધ સંઘ સમક્ષ સદ્ગુરુ મુખથી છકાયજીની સ્વયં હિંસા નહિ કરવા તથા અન્ય પાસે નહિ કરાવવા તથા હિંસા કરનારને અનુમોદન નહિ આપવા મન, વચન, કાયાથી ત્રણ કરણને ત્રણગે નવ નવ કેટીએ પ્રત્યાખ્યાન લીધેલ હોય છે. તેથી સાધુએને હિંસાદિક કાર્યોમાં અનુમતિ આપવી કલ્પતી નથી. સાધુને વ્યવહાર માત્ર અહિંસામય જ છે. દાનાદિક વ્યવહાર ગૃહસ્થાનો છે. ગ્રહસ્થાની ફરજ છે. સાધુઓને સંયમ પાલનમાં આહારાદિ તથા