________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૧ ઉ. ૧
૩
चितमन्त मचित्तं वा, परिगिज्झ किसामवि । अन्न वा अणुजाणइ, एवं दुक्खा न मुच्चई ॥ २ ॥
શબ્દાર્થ : (૧) બે પગ ચોપગાપ્રાણી (૨) સોનું ચાંદી મકાનવાહનાદિ (૩) ભૂસ્યાઆદિ તુચ્છ વસ્તુ (૪) થોડે કે ઘણે પરિગ્રહ રાખે (૫) અન્યને રખાવે (૬) પરિગ્રહ રાખનારને ભલું જાણે (૭) તે જીવ દુઃખોથી (૮) મુકત (૯) થાય નહિ.
ભાવાર્થ – જે કઈ મનુષ્ય બે પગ મનુષ્યાદિ દાસ, દાસી વગેરે તથા ચેપો ગાય, ભેંશ, હાથી, ઘોડા, બળદ વગેરે ચૈતન્ય વાળા પ્રાણીઓને તથા અચિત્ત સેના, ચાંદી, મકાન, વાહન, ધન, ધાન્ય, આદિ પદાર્થો અથવા તે તૃણ ભૂસા જેવા તુચ્છ પદાર્થોને પરિગ્રહરૂપથી મમત્વથી રાખે, અન્યને પરિગ્રહ રાખવાની આજ્ઞા દે અથવા પરિગ્રહ રાખનારને અનુમોદન આપે તે છે દુઃખેથી મુક્ત થઈ શકે નહિં પરિગ્રહ મમત્વ એ અનર્થનું મૂળ છે. પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય પરિગ્રહ ઉપરોક્ત બતાવ્યું છે. બીજે આલ્પાન્તર પરિગ્રહ તે ક્રોધ, માન, માયા, લોભ, યશ, કીર્તિ સત્કાર પૂજા આદિ માન પ્રતિષ્ઠા વગેરે કષાયે જીને સંસારમાં સ્થિર રાખે છે. સંસારને વધારનાર છે. જ્યાં સુધી માનપ્રતિષ્ટારૂપ દાહજ્વર હોય ત્યાં સુધી તે મનુષ્ય સમાધિને પ્રાપ્ત કરી શકતું નથી. યશ, કીર્તિ તથા વિષયાદિ સુખની ઈચ્છા રાખનારા મનુષ્યો અનર્થને જ ઉત્પન્ન કરનાર મૂઢ જીવાત્માઓ દુઃખના જ ઉત્પાદક એવા પરિગ્રહને અતિ કઠિનતાથી ઉપાર્જન કર્યા કરે છે. પરિગ્રહ કલેશનું સ્થાન, ધર્યતાને નાશ કરનાર, ક્ષમાને શત્રુ, ચિત્તવિક્ષેપ વધારનાર, અભિમાન–કષાયનું ઘર, ધ્યાનને શત્રુ, દુ:ખને જન્મદાતા, સુખને વિનાશક, પાપનું નિવાસસ્થાન, દુષ્ટગ્રહ સમાન ચતુર પુરુષને પણ કલેશ આપનાર અને આત્માનું અહિત કરનાર જાણ તેનાથી દૂર રહેવા શ્રી ભગવંત મહાવીરને આ ઉપદેશ છે.