________________
સૂત્ર કૃતાંગ સૂત્ર આ
1 ઉ. ૧
છે. તેમ જ પરિગ્રહ તથા કામનાં સાધને પ્રાપ્ત કરવામાં વિન કરનાર ઉપર કષાય ઉત્પન્ન થાય છે અને કષાય પણ કર્મ બંધનનું કારણ છે. તથા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભગ એ પણ કર્મ, બંધનના કારણો છે. તેમ જ સંસારી જી પાસે અનાદિ કાળથી પરંપરાએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય આદિ આઠ કર્મો સત્તામાં રહેલાં છે. તે તે કર્મોના ઉદયે જીમાં જ્ઞાનની ખામી હોવાના કારણે રાગદ્વેષ કરીને નવા નવા કર્મોનું ઉપરોક્ત કારણે કર્મબંધન થયા કરે છે. આવી રીતે અશુભ કર્મબંધનથી જ નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં ઉત્પન્ન થઈ જન્મ મરણ કરતા થકાં તીવ્ર દુખે સુધા, તૃષા, શીત, તાપ પ્રતિકૂળતા, પરવશપણુ, વૃદ્ધાવસ્થા, રેગ આદિના દુઃખ ભોગવવાં પડે છે. પિતાના માટે, પરના માટે, સ્વજનાદિ માટે, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે આરંભરૂપ કિયા થાય છે. તે આરંભથી જીવેને કર્મનું બંધન થાય છે અને તેના વિપાકો તે આરંભ કરનાર જીવને એકલાને જ ભેગવવાં પડે છે. તેમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, બંધવ સ્ત્રી આદિ કોઈપણું તથા તેનું રૂપું આદિ ધનસંપતિ પણ સહાયક થતાં નથી. દુ:ખમાં ભાગ લઈ શકતાં નથી તથા મૃત્યુથી અથવા દુર્ગતિમાં જતાં તથા રોગોની પીડા સમયે કેઈ સહાયક થતાં નથી. કર્મ કરે તે જ ભગવે. આવા પ્રકારનું કર્મબંધનનું સ્વરૂપ શ્રી વીર. પ્રભુ મહાવીર સ્વામીએ બતાવેલ છે તેને જાણીને બેધને ગ્રહણ કરી કર્મબંધનથી જ ઉત્પન્ન થતાં સંસાર પરિભ્રમણના દુઃખને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી (આરંભ-પરિગ્રહના ત્યાગથી) કર્મ બંધન તેડી શકાય છે, જ્ઞાન, દર્શન ચારિત્ર અને પરૂપ સંયમના પાલનથી કર્મને ક્ષય કરી મોક્ષના શાશ્વતા સુખો પ્રાપ્ત કરી શકાય છે, જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મોક્ષની પ્રાપ્તિ બતાવેલ છે તેમ જાણી કર્મને ક્ષય કરવા ધમ આરાધન કરવા જાગૃત રહેવું એ જ ઉપદેશ સાંભળવાને સાર છે.