________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૧ ૧૦ ૧ છે, તેમ જ એ સર્વ જીવમાત્રને દુઃખ અપ્રિય છે, દુઃખના શ્રેષી છે, સુખના અભિલાષી છે, તેથી કરીને પૃથ્વી, પાણી, અગ્નિવાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોને નિશ્ચયથી જીવ જાણીને શ્રદ્ધા દઢ કરીને છએ જીવકાયની મન, વચન, કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કરનારને ભલું જાણવું નહિ, અને એ અવકાયની દયા પાળવી એ સાધુ આચાર છે તે શ્રી તીર્થકર દેએ કહેલ છે.
एयं ख णाणिणो सारं. जं न हिंसति कंचण । हिसा समयं चेव, एतावतं विजाणिया ॥१०॥
શબ્દાર્થ : (૧) આ પ્રમાણે (૨) નિશ્ચયથી (૩) જ્ઞાનપ્રાપ્તિને જ્ઞાનીને (૪) સાર એ છે કે (૫) કોઈ જીવની (૬) હિંસા (૭) કરે નહિ (૮) અહિંસાના સમર્થક (૯) શાસ્ત્રને (૧૦) એ જ સિદ્ધાંત (૧૧) જાણવો.
ભાવાર્થ- જ્ઞાની પુરુષનું ઉત્તમ જ્ઞાન એ છે કે કોઈપણ નાના કે મોટા જીવની હિંસા કરે નહિ, જ્ઞાન પ્રાપ્તિને એ જ સાર જાણો, શાસ્ત્ર સિદ્ધાંત પણ એમ જ કહે છે, હિંસા છે તે કર્મ બંધનનું કારણ છે, દુઃખનું, સંસાર પરિભ્રમણ રૂપે જન્મ મરણાદિનું કારણ છે, ઈષ્ટ અર્થની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થાય છે, પિતાને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે એ જ રીતે અન્ય જીવોનું જાણ જીવહિંસાથી અલગ રહેવું.
उर्दू अहे य तिरिणं, जे केइ तसथावरा । सव्वत्थ विरतिं कुज्जा, सतिनिव्वाणमाहिय ॥११॥
શબ્દાર્થ : (૧) ઉપર (૨) નીચે (૩) તિરછા (૪) જે કઈ (૫) ત્રસ (૬) સ્થાવર છે (૭) સર્વત્ર (૮) હિંસાથી નિવૃત્ત (૯) થવું (૧૦) તેથી જીવને શાંતિમય (૧૧) મોક્ષની (૧૨) પ્રાપ્તિ કહેલ છે.