________________
૨
સન્ન કૃતગિ સૂત્ર અ. ૧૧ ૦૧
આ માગ શ્રી તીર્થકદેવ પાસેથી સાંભળીને મેં પણ ગ્રહણ કરેલ છે તે તમો સવ લોકોની સાંભળવાની ઇચ્છાથી હું તમોને તે મોક્ષમાર્ગ વિશેષે કહી બતાવું છું. તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળે.
पुढवीजीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणो । वाउजीवा पुढो सत्ता, तणारुक्खा सबोयगा ॥७॥
શબ્દાર્થ : (૧) પૃથ્વી સ્વયં જીવ છે (૨) પૃથફ પૃથફ શરીરવાળા (૩) જીવો છે (૪) પાણી સ્વયં જીવ છે (૫) તેમ જ (૬) અગ્નિ પણ સ્વયં જીવ છે (૭) વાયુ સ્વયં જીવ છે (૮) પૃથફ પૃથફ શરીરવાળા (૯) છ છે (૧૦) તૃણ (૧૧) વૃક્ષ (૧૨) બીજને જીવ જાણવા.
ભાવાર્થ – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ પવન એ ચારે સ્વય જીવ રૂપ છે અને એક બીજાને આશ્રયી રહેલાં છે તે બધા જુદા જુદા શરીરવાળા છે તે પ્રત્યેક શરીરી કહેવાય છે, એવી રીતે વનસ્પતિ તૃણ, વૃક્ષ, બીજ આદિ સર્વ વનસ્પતિ પણ સ્વયંજીવ છે અને તેમાં કેટલાએક પ્રત્યેક શરીરી છે અને કેટલાએક સાધારણ શરીરવાળા છે (એક શરીરે સંખ્યાના અસંખ્યાતા અને અનંતા જ રહેલાં હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય તે કંદમૂળ આદિ કહેવાય છે) તેઓ બધા પાંચે એક જ ઈન્દ્રિયવાળા છે અને એકેન્દ્રિય કહેવાય છે તેઓ સ્થાવર કહેવાય છે તેમાં સૂફ અને બાદર તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ભેદે રહેલા છે, મોક્ષમાર્ગમાં ચારિત્ર પાલનમાં જીવહિંસાની નિવૃત્તિ એ મુખ્ય છે, તેથી સર્વ જીવોની પિછાનની અતિ આવશ્યકતા છે અને સર્વ જીવોની દયા પાળવી તે મોક્ષમાર્ગમાં પ્રથમ અંગ છે,
13
सहावा तसा पाणा, एवं छक्काय आहिया । एताकए जीवकाए, णावरे कोइ विजई ॥८॥