________________
સત્ર કૃતાગ સૂત્ર અ ૧૦ ઉ૦ ૧
૨૮e. •
ઉત્કૃષ્ટ ભાવનાથી સમાધિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ સત્ય શ્રદ્ધા રાખી તથા એકત્વ ભાવનાથી યુક્ત રહી તપ કરનાર તપસ્વી તથા સત્યમાં રક્ત રહેનાર તથા કાલથી રહિત સાધકને સર્વથી શ્રેષ્ઠ કહેલ છે. સાધુ સંસારી જીની સહાયતાને ઈ છે નહિ, કારણ કે જન્મ, જરા, મરણ, રેગ તથા શોક સંતાપથી પૂર્ણ એવા આ જગમાં, પિતાનાં કરેલાં કર્મથી ભેગવતા દુઃખથી જીવોનું રક્ષણ કરવા કોઈ અન્ય મનુષ્ય સ્વજન આદિ કે પરિગ્રહ સમર્થ થતા નથી. કર્મના કારણે દુઃખદ સંયોગ પ્રાપ્ત થાય છે. એમ જાણી આત્માથી એકત્વ ભાવનાની વૃદ્ધિ કરે અને એ જ મોક્ષ પ્રાપ્તિને ઉપાય સત્ય અને પ્રધાન છે અથવા ભાવ સમાધિ છે. તપસ્વી હોય તે કેધ, માન, માયા, લોભને જીતી સત્યમાં રક્ત રહી સંયમ પાલન કરે એ જ સાચી તપસ્યા કહેવાય અને કષાય રહિતની તપસ્યા જ કર્મ ક્ષય કરવાનું સાચું સાધન છે.
इत्थीसु या आरय मेहुणाभो, परिग्गहं चेव अकुवमाणे । उच्चावएसु विमएसु ताई, निस्संसयं भिक्खू समाहिपत्ते ॥१३॥
શબ્દાર્થ : (૧) સ્ત્રીઓમાં (૨) અનાસક્ત (૩) મૈથુનથી (૪) નિવૃત્ત પરિગ્રહથી (૫) નિવૃત્ત (૬) વિવિધ પ્રકારને (૭) વિશ્વમાં અનાસકત (૮) છકાય જીવોના રક્ષક (૯) એવા સાધુ (૧૦) સંદેહ રહિત (૧૧) સમાધિને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જે સાધુ સ્ત્રી સેવન કરતા નથી તથા પરિગ્રહ રાખતા નથી, વિવિધ પ્રકારના ઈન્દ્રિયોના વિષયોમાં અનાસક્ત બની રાગદ્વેષ રહિત થઈ, છકાય જીની રક્ષા કરે છે. તે સાધુ સંદેહ રહિત સમાધિને પ્રાપ્ત કરે છે. મેક્ષને પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષ પ્રાપ્તિને ઉપાય જાણ.