________________
૨૮૮
સૂત્ર કૃતગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧
आहाकडं वा ण णिकामएजा, णिकामयंते य ण संथवेजा । धुणे उरालं अणुवेहमाणे, चिच्चा ण सोयं अणवेक्खमाणो ॥११॥
| શબ્દાર્થ : (૧) સાધુ પુરુષ (૨) આધાકમી આહારની ઈચ્છા ન કરે (૩) આધાકમી આહારની ઈચ્છા કરનારને (૪) પરિચય કરે નહિ (૫) નિર્જર પ્રાપ્તિના હેતુથી (૬) શરીરને (૭) કૃશ કરે (૮) શરીરની દરકાર નહિ કરતા થકાં (૯) શાક આદિ ચિંતાને છેડી (૧૦) સંયમ પાલન કરે.
ભાવાર્થ:- સાધુ આધાકમી આહારની ઈચ્છા ન કરે, સાથે આધાકમી આહારને ઈચ્છનાર શ્રમણને પરિચય પણ ન કરે, સાથે રહેવાને કે વાતચિત કરવાને પ્રસંગ ઉત્પન્ન થવા ન દે અને નિરાના હેતુએ તપદ્વારા શરીરને કૃશ કરે, શરીર ઉપરને મમત્વ નહિ રાખતાં શેક સંતાપ આદિ સંસાર ભાવરૂપ વિષયની ચિંતા દૂર કરી સંયમપાલનમાં ઉપગવંત રહી શરીરના મળ સમાન કર્મરૂપી રજને ક્ષય કરે. એ જ સાધક કર્તવ્ય છે.
एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति पास । एसप्पमोक्खो अमुसे बरेवि, अकोहणे सच्चरते तवस्सी ॥१२॥
શબ્દાર્થ : (૧) સાધુ પુરુષ એકત્વની (૨) ભાવના કરે (૩) એકત્વ ભાવનાથી (૪) નિસંગતા પ્રાપ્ત થાય છે એને (૫) મિયા (૬) ન (૭) માને (૮) એકત્વ ભાવનાથી (૯) મોક્ષની પ્રાપ્તિ તથા ભાવ સમાધિએ (૧૦) ક્રોધ ન કરે (૧૧) સત્યમાં રકત (૧૨) તપસ્વી એ સર્વથી (૧૩) શ્રેષ્ઠ છે (૧૪) એ સત્ય છે એ ભાવનાથી યુક્ત રહી.
ભાવાર્થ- સાધુ એકત્વની ભાવનાથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે. તેને સત્ય માન, મિથ્યા નહિ માને, તેમ જ એકત્વની