________________
સત્ર કૃતાગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧
૨૮૭)
૨
-
૩
શબ્દાર્થ : (૧) જે પુરુષ પ્રાણુઓની સાથે વેર કરે છે (૨) પાપકર્મની વૃદ્ધિ કરે છે (૩) મૃત્યુ પામી (૪) નરકમાં દુઃખદાયી સ્થાનમાં (૫) ઉત્પન્ન થાય છે (૬) તેથી બુદ્ધિમાન (૭) ધર્મને (૮) જાણી (૯) સર્વ બંધનથી (૧૦) રહિત બની (૧૧) સંયમમાં વિયરે (૧૨) મુનિ. | ભાવાર્થ – જે પુરુષ જેની હિંસા કરે છે તે મરનાર જી સાથે વૌરને બાંધે છે અને પાપકર્મની વૃદ્ધિ કરે છે અને તે જીવ મૃત્યુ પામી દુઃખદાયી નરકસ્થાને માં ઉત્પન્ન થઈ દુઃખેને ભગવે છે, એમ જાણી બુદ્ધિમાન મુનિએ ધર્મના સ્વરૂપને જાણી વિચારી સર્વ સાવધકાર્યોથી નિવૃત્ત બની જાગૃત બની સંયમનું પાલન કરવું. જે દ્રવ્યસંગ્રહ માટે કર્મ બંધન કરી અનેક જીવોની સાથે કૌર બંધન કરતે થકે પાપકર્મોને સંચય કરે છે. પશ્ચાત દુઃખદાયી સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પાપ કરનારાને એકલાને જ દુખે ભેગવવાં પડે છે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य परिव्वएज्जा । णीसम्मभासी य विणीय गिद्धि, हिंसन्नियं वा ण कह करेजा
|| ૨૦ | શબ્દાર્થ : (૧) સાધુ જીવનની (૨) ઈચ્છાથી (૩) દ્રવ્ય ઉપાર્જન ન કરે (૪) સ્ત્રી પુત્ર આદિમાં આસક્ત ન રહે (૫) સંયમમાં પ્રવૃત્તિ કરે (૬) વિચારી ભાષા બેલે (૭) વિષયમાંથી આસકિતને (૮) દૂર કરે (૯) હિંસા સંબંધી (૧૦) કથાઓ (૧૧) ન કરે.
ભાવાર્થ- સાધુ આ સંસારમાં દીર્ઘકાળ સુધી જીવવાની ઈચ્છાથી તથા મમત્વથી દ્રવ્યનું ઉપાર્જન કરે નહિ, સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહમાં આસક્ત રહેનારના કડવા વિપકોને જાણી તેમાં આસક્ત રહે નહિ, સંયમમાં ઉપયેગવંત રહી સંયમનું પાલન કરે. વિચાર કરી, નિરવઘ, પ્રિય, સત્ય વ્યવહાર ભાષા બોલે, શબ્દાદિ વિષ ઉપરની આસકિત દૂર કરી હિંસા થાય તેવી કથા વાર્તાઓ કરે નહિ.