________________
૨૮૬
સૂત્ર કૃતગ સત્ર અ• ૧૦ઉ૦ ૧
ભાવાર્થ- સાધુ સમસ્ત જગતને સમભાવથી દેખતા થકા કેઈનું પ્રિય કે અપ્રિય કરે નહિ નિસંગ થઈ વિચરે, પરંતુ કે કોઈ સાધક પ્રવ્રયા ગ્રહણ કરી પરીષહ-ઉપસર્ગો પ્રાપ્ત થતાં દિન બની જાય છે અને પ્રવ્રા છેડી સંયમથી ભ્રષ્ટ થાય છે, વળી કઈ સાધક પૂજા તથા પ્રશંસાના અભિલાષી બની જાય છે અને વિષય
લુપ્ત બની સ્ત્રીઓમાં આસકત બની ગૃહસ્થપણુને ધારણ કરે છે, તેથી સાધકે સંયમમાં ઉપયોગવંત રહી વિચરવું. आहाकडं चेव निकाममीणे, नियामचारी य विसण्णमेसी । इत्थीसु सत्तं य पुढो य बाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥ ८ ॥ | શબ્દાર્થ : (૧) આધાકમ (૨) આહારની ઈચ્છા કરનાર (૩) આધાકમી આહાર માટે વિચરનાર (૪) કુશીલપણને (૫) ચાહનાર (૬) સ્ત્રીઓમાં (૭) આસક્ત (૮) અજ્ઞાની (૯) પૃથક પૃથક વિષયોમાં રાગી બની (૧૦) પરિગ્રહ રાખતો (૧૧) પાપકર્મ કરે છે.
ભાવાર્થ – જે સાધક પ્રવજ્યા ગ્રહણ કરી આધાકમી આહારની ઈચ્છા કરતે થકે આધાકમ આહારાદિ માટે અત્યંત ભ્રમણ કરતે થક, સ્ત્રીઓમાં આસક્ત બની પૃથફ પૃથક્ હાસ્ય, વિલાસ, ભાષણ આદિ વિષયમાં ગ્રુધ બની સ્ત્રી પ્રાપ્તિ માટે, પરિ. ગ્રહને સંચય કરતે થક, સંયમ ક્રિયામાં ઢીલ બની, સંસારરૂપી કીચડમાં ફસાઈને પાપકર્મોને સંચય કરે છે. પાપ કર્મોની વૃદ્ધિ કરે છે. આવા સાધકે સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ કરતા સંસારચક્રમાં ભ્રમણ કર્યા કરશે. એમ જાણી સાધક સંયમપાલનમાં ઉપગ દેખ વિચરે. वेराणुगिद्धे णचयं करेति, इओ चुते स इहमदुग्गं । तम्हा उ मेधावि समिक्ख धम्म, चरे मुणो संव्वउ विप्पमुक्के