________________
૨૮૪
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧૦ ૧૧ ૧
મમત્વને ઘટાડીને જગના સર્વ પૃથ્વી આદિ પ્રથફ પથફ પ્રાણી છે પિતાના જ વિભાવ ભાવથી પંચેન્દ્રિયાદિ માં પાંચ ઇન્દ્રિ થના વિષયેના ભેગે પગની આસક્તિથી, આરંભ પરિગ્રહ મમત્વથી તેના વિપાકરૂપ ચારગતિરૂપ સંસાર પરિભ્રમણ કરતા થકા, ઈન્દ્રિયેના અશુભ વ્યાપારથી, આર્તધ્યાન કરતા થકા મન, વચન, કાયાથી દુઃખો ભેગવતા થક પરિતાપ પામી રહેલા છે, તેને જોઈ તેનાં દુઃખને વિચાર કરી મુનિએ સ યમપાલનમાં ઉપયેગવંત રહી સંયમ પાલન કરવું અને કઈ પણ જીવની ઘાત કરવી નહિ, એ સાધકને આચાર છે મુમુક્ષુ આત્માને આચાર છે, મનુષ્યભવ સફળ બનાવ વાને અવસર છે, જાણું ધર્મ આરાધન કરવું.
एतेसु बाले य पकुवमाणे, आवडतो कम्मसु पावएसु । अतिवायतो कीरति पावकम्मं, निउंजमाणे उ करेइ कम्मं ।.५॥
| શબ્દાર્થ : (૧) અજ્ઞાની છવ (૨) પૃથ્વીકાય આદિ પ્રાણીઓને (૩) પીડા દેતા થકા (૪) પાપકર્મો કરીને પૃથ્વી આદિ યોનિઓમાં (૫) ભ્રમણ કરે છે (૬) સ્વયં જીવ હિંસા કરી (૭) જીવો કરે છે (૮) પાપકર્મ (૮) અન્ય પાસે હિંસા કરાવી (૯) પાપકર્મો (૧૦) કરે છે.
ભાવાર્થ- અજ્ઞાની છે પાંચ ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત બની પૃથ્વીકાય આદિ પ્રાણીઓને કષ્ટ આપે છે, રવયંછની હિંસા કરે છે, તથા અન્ય દ્વારા હિંસા કરાવી પાપ કર્મો કરે છે, તેના વિપાકરૂપ પાપનાં ફળ ભોગવવાં માટે પૃથ્વીકાય આદિ પ્રાણું છમાં વારંવાર ઉત્પન્ન થઈ જન્મ લઈ દુઃખાને ભેગવે છે. આ રીતે પાપ કર્મો કરી છે સંસાર પરિભ્રમણ કરતા રહે છે, એમ જાણી સાધક આત્માઓએ જીવહિંસાથી અલગ રહેવું તે પિતાના જ આત્માને સમાધિ સુખનું કારણ છે.