________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૦ ઉ૦ ૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૦ મુ.
સમાધિ आघ मईम मणुवीय धम्म, अंज समाहिं तमिणं सुणेह । अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु
परिव्वएज्जा ॥१॥
શબ્દાર્થ : (૧) કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ (૨) કેવલજ્ઞાન દ્વારા જાણી (૩) સરલ તથા (૪) મોક્ષ પ્રાપ્ત કરાવનાર (૫) ધર્મનું (૬) કથન કહેલ છે તે (૭) ધર્મને (૮) સાંભળ (૯) પિતાના તપના ફળની ઈચ્છા નહિ કરવાવાળા (૧૦) સાધુ (૧૧) સમાધિ (૧૨) યુક્ત (૧૩) નિદાન રહિત (૧૪) વાત રહિત (૧૫) સંયમનું પાલન કરે.
ભાવાર્થ- કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ સરલ તથા મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ધર્મનું પ્રતિપાદન કરેલ છે. હે શિષ્યો? તમે એ ધર્મને સાંભળો ! પિતાના તપ આદિ વ્રત નિયમેના ફળને નહિ ઈચ્છતા- નદાન રહિત બની, સમાધિયુક્ત પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થઈ સાધુ શુદ્ધ સંયમનું પાલન કરે. સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્રરૂપ ધમ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે અને સંસાર પારબ્રમણરૂપ જન્મ મરણાદિ દુઃખોને નાશ કરી, શાશ્વતા મોક્ષનાં અનંતાં સુખ પ્રાપ્ત કરાવનાર પણ એ જ સંયમરૂપ ધર્મ છે. એમ જાણી યમનું પાલન કરવું અને આશ્રના કારણરૂપ આરંભ પરિગ્રહથી અલ રહેવું એ જ સાધક આચાર છે, વળી ધર્મનું સ્વરૂપ વિશેષ જણાવે છે.