________________
૨૭૬
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૯ ૧૦ ૧
अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । चरियाए अप्पमत्तो. पुट्टो तत्थऽहियासए ॥३०॥
શબ્દાર્થ : (૧) મનોહર શબ્દાદિ વિષયોમાં (૨) સાધુ ઉત્કંઠિત ન બને (૩) યત્નાપૂર્વક (૪) સંયમ પાલન કરે (૫) પ્રમાદસેવન ન કરે (૬) ભિક્ષાચરી આદિમાં (૬) પરીષહ ઉપસર્ગોથી પીડિત થતા (૭) સમભાવે સહન કરે.
ભાવાર્થ- સાધુ મનહર શબ્દાદિ વિષયમાં ઉત્કંઠિત ન બને, ઉલ્લાસ ન લાવે, યત્નાપૂર્વક સંયમનું પાલન કરે, પરીષહ ઉપસર્ગને સ્પર્શ થતા દુઃખ ઉત્પન્ન થાય તે સમભાવે સહન કરે, ભિક્ષાચરી આદિ કાર્યોમાં પ્રમાદ સેવન કરે નહિ, ઉપસર્ગોમાં હીન બને નહિ, પરીષહ ઉપસર્ગોને નિરાનું કારણ જાણી ચિત્ત પ્રસન્ન તાથી સમભાવે સહન કરે.
हम्ममाणो ण कुप्पेज्ज, पुच्चमाणो नं संजले । सुमणे अहियासिन्जा, ण य कोलाहलं करे ॥३१॥
શબ્દાર્થ : (૧) સાધુને કેઈ વ્યક્તિ લાઠી આદિથી માર મારે (૨) ક્રોધ ન કરે (૩) અસત્યવચનથી આક્રોશ કરે (૪) મનથી પણ ક્રોધ (૫) ન કરે (૬) ચિત્તપ્રસન્નતાથી (૭) મારને ગાળોને સહન કરે (૮) વિપરીત વચન તેમ જ સામને ન કરે (૯) કરે (૧૦) ને.
ભાવાર્થ- કેઈ વ્યક્તિ સાધુને લાઠી મુઠી આદિથી માર મારે, અથવા તે ગાળો આપે, વચનથી આકાશ કરે, તે પણ સાધુ ક્રોધ કરે નહિ, મનથી પણ દ્વેષ ન કરે. તથા વિપરીત વચન ન કહે, સામને ન કરે, પરંતુ પ્રસન્ન ચિત્તથી સમભાવ રાખી સહન કરે,