________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૧૦ ૧
શબ્દાર્થ : (૧) સાધુ (૨) અકુશીલ રહે (૩) સદા (૪) દુરાચારીઓની સેબત (૫) ન કરે (૬) સુખરૂપ (૭) ઉપસર્ગો હોય છે. (૮) કુશીલેની સંગતમાં (૯) સમજે (૧૦) વિદ્વાનમુનિ.
ભાવાર્થ- સાધુ સદાને માટે કુશીલની સોબતથી દૂર રહી સ્વયં કુશીલ બને નહિ. સુશીલ રહે. કુશીલોની સોબતમાં સુખરૂપ ઉપસર્ગો હોય છે, જેનાથી સંયમ નષ્ટ થાય તેવા ઉપસર્ગોને વિદ્વાન મુનિ જાણી સમભાવે સહન કર, કુશીલે પ્રાસુક જલથી હાથપગ ધેવામાં તેમ જ શરીર રક્ષા માટે આધાકમ આહાર વાપરવા આદિ દેષ સેવનમાં આસક્ત હોય છે. એ રીતે બીજાને તેવા દેષ સેવનમાં જોડવા ઉપદેશક બને છે. જેથી સુશીલ સાધુઓએ કુશીલેની સંગત કરવી નહિ.
नन्नस्थ अंतराएणं, परगेहे, ण णिसोयए । गामकुमारियं किड्, नातिवेलं हसे मुणी ॥२९॥
શબ્દાર્થ ઃ (૧) અંતરાયના કારણ વિના (૨) સાધુ પ્રહસ્થને ઘરમાં (૩) બેસે (૪) નહિ (૫) ગામના બાળકની સાથે (૬) સાધુ રમત ખેલે નહિ. (૭) મર્યાદા મુકી (૮) હસે (૯) સાધુ (૧૦) નહિ.
ભાવાર્થ- સાધુ ભિક્ષાચરી આદિ કાર્યો માટે ગામમાં પ્રવેશ કરતા રોગના કારણે અગર તપના કારણે અશક્ત થયેલ હોય તથા વૃદ્ધાવસ્થાના કારણે સિવાય ગ્રહસ્થના ઘરમાં બેસે નહિ, ગામનાં બાળકો સાથે રમત બેલે નહિ, મર્યાદા છોડી સાધુ અતિ હસે નહિ, કામ ઉત્પાદક હાસ્ય કરે નહિ, સાધુ સમાચારીમાં ઉપયેગવંત રહી સંયમ પાલન કરે.