________________
२७४
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૮ ૧૦ ૧ કરવાને સમય આવે, તેવી ભાષા પણ ન બેલે, વળી જગતના લેકે જે વાતને છુપાવતાં હોય તેવી ભાષા પણ બેલે નહિ, સત્ય ભાષા પણ સાધુ વિચારીને બેલે, સત્ય હોય પરંતુ સત્ય ભાષા બેલતાં કેઈને આઘાત થતો હોય, લાગણી દુભાતી હોય, તેવી ભાષા પણ સાધુ ન બોલે, તેવી નિગ્રંથ મહાપુરુષની આજ્ઞા છે. ભાષા સમિતિયુક્ત ઉપગ રાખી ભાષા બોલાય તે કર્મ બંધન ન થાય. માટે ભાષા બોલતા પ્રથમ તેના પરિણામને વિચાર કરી સત્ય નિરવ અને પ્રિય ભાષા બોલવી તે સાધુ આચાર જાણવો.
होलावायं सहीवायं, गोयावायं च नो वदे । तुमं तुमति अमणुन्नं, सव्वसो तं ण वत्तए ॥२७॥
શબ્દાર્થ : (૧) હલકા સંબંધનથી કોઈને બેલાવવું (૨) મિત્ર કહી સંબોધન કરવું (૩) ગોત્રના સંબોધનથી સંબોધન કરવું (૪) આવી ભાષાથી બેલિવું નહિ (૫) વડીલોને તું તું કહી સંબોધન ન કરવું (૬) અપ્રિય લાગે તેવી ભાષા (૭) સાધુ સર્વથા (૮) આવાં વચને (૯) ન બોલે.
ભાવાર્થ- સાધુ નિષ્ફર તથા નીચ સંબંધનથી અન્યને બેલાવે નહિ, તેમ જ હે મિત્ર ! એમ પણ ન બેલાવે, તેમ જ ખુશામત આશ્રી ગોત્રના સંબંધનથી ન બોલાવે, તેમ જ વડિલેને તું તું શબ્દથી એવા અપમાનજનક શબ્દથી ન બોલાવે, આવા પ્રકારથી સામાને અપ્રિય લાગે તેવી ભાષાથી સાધુ પુરુષ કોઈને બેલાવે નહિ, પરંતુ ભાષા સમિતિયુક્ત વિચારી પ્રિય નિરવ તથા સત્ય ભાષાથી સાધુ બોલવાના સમયે જ કારણે ઉત્પન્ન થયે જ બેલે.
अकुमीले सया भिक्खु, णेव संसग्गिय भए । सुहरूवा तत्थुवम्सग्गा, पडिबुज्झेज्ज ते विऊ ॥२८॥