________________
સૂત્ર કૃતગ સત્ર અ૦ ૯ ૧૦ ૧
૨૭૭ શબ્દાર્થ : (૧) ભાષા સમિતિયુક્ત સાધુ ભાષણ કરતા થકા પણ (૨) તેઓને મૌનપણને ગુણલાલે તેમ જ (૩) મર્મકારી (૪) વચન (૫) બોલે નહિ (૬) માયા કપટ યુક્ત ભાષાને (૭) વજિદે (2) વિચાર કરી (૯) ભાષા બોલે.
ભાવાર્થ – જે સાધુ ભાષા સમિતિયુક્ત ભાષા બોલનાર સાધુ વચન વિભાગ જાણવામાં નિપુણ વાણીને સર્વ ભેદોને જાણનાર, ઉપદેશ–ભાષણ આપતા છતાં મૌનભાવના રૂપ ગુણને પ્રાપ્ત કરે છે. અન્ય કોઈ વ્યક્તિને દુઃખ ઉત્પન્ન થાય, ધ્રાસકો પડે, તેવી ભાષા સાધુ બેલે નહિ, સત્ય વચન હોય પરંતુ સામી વ્યક્તિને આઘાત લાગે તેવા વચન ન બોલે, કપટયુક્ત વચન બોલે નહિ, બહુ જ વિચાર કરી સત્ય, નિરવા તથા પ્રિય વચન બોલે તે સાધકને આચાર છે.
तस्थिमा तइया भासा जं वदित्ताऽणुतप्पती । जं छन्नं तं न वत्तव्वं, एसा आणा णि यंठिया ॥२६॥
શબ્દાર્થ : (૧) ત્રીજી (૨) મિશ્ર ભાષા સાધુ ન બોલે તેમ જ (૩) જે ભાષા બોલવાથી (૪) પિતાને પશ્ચાતાપ કરવો પડે તેવી ભાષા ન બેલે તેમ જ (૫) જે વાતને જગતમાં લેકે ગુપ્ત રાખતા હોય તેવી મર્મભેદક (૬) ભાષા ન બેલે (૭) આવી (૮) આજ્ઞા છે (૯) નિગ્રંથની. (૧૦) ભાષાના ચાર પ્રકાર પૈકી.
ભાવાર્થ – ભાષાના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય. મિશ્ર, ચથી વ્યવહાર ભાષા (સત્ય નહિ મૃષા નહિ તે વ્યવહાર ભાષા કહેવાય) એ ચાર ભાષા પૈકી ત્રીજી મિશ્રભાષા પણ સાધુ ન બોલે, ત્રીજી ભાષામાં કાંઈક સત્ય હાય, કાંઈક અસત્ય હોય તેવી મિશ્રભાષા સાધુ ન બોલે, તે પછી બીજી અસત્ય ભાષા તે કેમ બોલાય ? ન જ બોલાય, વળી જે ભાષા બોલવાથી બેલનારને જ પશ્ચાતાપ