________________
સત્ર કૃતાંગ સૂત્ર અ• ૯ ૧૦ ૧
૨૧
जसं कित्ति सलोयं च, जा य बंदणपूयणा । सव्वलोयंसि जे कामा, तं विजं परिजाणिया ॥२२॥
શબ્દાર્થ : (૧) યશ (૨) કીર્તિ (૩) શ્લાઘા (૪) વંદન (૫) પૂજન (૬) સમસ્ત લોકમાં જે (૭) કામગે છે (૮) તેને વિદ્વાન મુનિ સંસાર પરિભ્રમણનું (૯) કારણ જાણી ત્યાગ કરે.
ભાવાર્થ – યશ, કીતિ, શ્લાઘા, વંદન, પૂજન તથા સમસ્ત લેકમાં જે જે કામગે છે તે બધા સંસાર પરિભ્રમણનાં કારણે જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે. બહુ દાન દેવાથી પ્રસિદ્ધિ થાય તે કીર્તિ કહેવાય, હરકોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરે તે યશ કહેવાય, ઉત્તમ જાતિમાં જન્મ, તપ કરે, તથા શાસ્ત્ર ભણવાથી જગમાં પ્રસિદ્ધિ થાય તે લાઘા કહેવાય, દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, બલદેવ તથા વાસુદેવ આદિ નમસ્કાર કરે તે વંદન કહેવાય, સત્કાર સહિત વસ્ત્ર આદિ આપે તે પૂજા કહેવાય, આ બધાને કામમાં , વિષયમાં સમાવેશ જાણ આ બધાં કાર્યોની ભાવના કરવી કે ભોગવટો કરે તે બધા આત્માને સંસાર વૃદ્ધિના કારણ જાણી વિદ્વાન મુનિએ તથા આત્માથી જીવોએ તેને ત્યાગ કરે.
जेणेहं णिव्बहे भिक्खू , अन्नपाणं तहाविहं । अणुप्पयाणमन्नेसिं, तं विज्जं परिजाणिया ॥२३॥
શબ્દાર્થ : (૧) જે (૨) સંયમની ઘાત થાય (૩) સાધુના () અન્ન (૫) જલથી (૬) તેવા પ્રકારના અશુદ્ધ અન્ન પાણુ સાધુએ (૭) અન્ય સાધુને (૮) આપવા (૯) તે સંસાર ભ્રમણનું કારણ જાણી (૧૦) વિદ્વાન મુનિ ત્યાગ કરે.