________________
ર૭૦
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ઉ. ૧
વસ્ત્ર ભગવે નહિ એ બધાં સંસાર જમણનાં કારણે (૮) વિદ્વાન મુનિ (૯) જાણી (૧૦) તેને ત્યાગ કરે. | ભાવાર્થ – વિદ્વાન મુનિ ગૃહસ્થના પાત્રમાં ભેજન કરે નહિ, પાણી પણ ગૃહસ્થના પાત્રથી પીએ નહિ અને સાધુ વસ્ત્ર રહિત હોય તે પણ ગૃહસ્થનું વસ્ત્ર વાપરે નહિ, કારણ જે ગૃહસ્થના પાત્ર વાપરવાથી પૂર્વકમ અગર પછાત કમને દેષ લાગવા સંભવ છે, કારણ કે તે પાત્ર ગૃહસ્થ કાચા પાણીથી છે, એ જ રીતે વસ્ત્રને માટે સમજવું, જેથી ગૃહસ્થના પાત્રથી સંયમની વિરાધના થવાના ભયથી તથા અશુભ કર્મબંધનનું કારણ જાણી પરપાત્રમાં સાધુ આહાર પાણી ન ભોગવે એટલે તેને ત્યાગ કરે (પરપાત્રને તથા પર વઢને).
आसंदी पलियंके य, णिसिज्जं च गिहतरे । संपुच्छणं सरणं वा, तं विज्जं परिजाणिया ॥२१॥
શદાઈ : (૧) માંચી (૨) પલંગ ઉપર તથા (૩) ગૃહસ્થના ઘરમાં અથવા ઘર આસપાસમાં ગલીમાં (૪) સાધુ બેસે નહિ (૫) ગૃહસ્થને ક્ષેમકુશળ પૂછે નહિ (૬) પૂર્વની ક્રિયાનું સ્મરણ ન કરે (૭) આ બધાં કાર્યો સંસાર ભ્રમણનાં કારણે (૮) જાણ (૯) વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે.
ભાવાર્થ- વિદ્વાન મુનિ માંચી અથવા પલંગ ઉપર અથવા ગૃહસ્થના કેઈપણ આસન ઉપર બેસે નહિ, તેમ જ ગૃહસ્થના ઘરમાં અથવા બે ઘર વચ્ચેના આંતરામાં કે શેરીમાં બેસે નહિ તેમ જ ગૃહસ્થને હેમકુશળ ઘરના સમાચાર ન પૂછે, તથા પૂર્વની ગૃહસ્થાવાસની કા ભેગોની ક્રિડાઓનું સ્મરણ કરે નહિ. આ સર્વે કાર્યો અનર્થનાં મૂળ અને સંસાર ભ્રમણનાં કારણે જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે.