________________
૨૬૮
સુત્ર કૃતગિ સત્ર અ૦ ૯ ૧૦ ૧
સાવદ્ય કાર્યો-અનુષ્ઠાન કરવાને ઉપદેશ આપે નહિ, જોતિષપ્રશ્નોના ઉત્તર આપે નહિ, શય્યાતરના ઘરના આહારાદિ ગ્રહણ કરે નહિ, પાપમય વ્યાપારવાળાના તથા દારૂમાંસ આદિ વેચનારના તેવા હલકી જાતિના ઘરના આહાર ગ્રહણ કરે નહિ, એ સર્વ વિધાન કર્મ બંધનના કારણ, સંસાર વૃદ્ધિના કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે.
अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए। हत्थकम्म विवायं च, तं विज परिजाणिया ॥१७॥
શબ્દાર્થ : (૧) જુગારનો (૨) અભ્યાસ (૩) કરે નહિ. (૪) ધર્મ વિરુદ્ધ વાર્તા (૫) કરે (૬) નહિ (૭) હસ્તકર્મ (૮) વાદવિવાદ ન કરે (૯) કર્મબંધન (૧૦) જાણે.
ભાવાર્થ:- વિદ્વાન મુનિ જુગાર ખેલવાને, ધન ઉપાર્જનને, છની ઘાત થાય તેવા પાપ કાર્યોને અભ્યાસ કરે નહિ, તેમ જ અન્યને એવા પ્રકારની શિક્ષા આપે નહિ, ધર્મ વિરૂદ્ધ વાર્તા કરે નહિ, હસ્ત કર્મ કરે નહિ, કઈ સાથે વાદવિવાદ કરે નહિ, આ બધા કાર્યો કર્મ બંધનના તથા સંસાર વૃદ્ધિના કારણે જાણીને વિદ્વાન મુનિ તેવા કાર્યોથી અલગ રહે.
पाणहाओय छत्तं च, णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च, तं विज परिजाणिया ॥१८॥
શબ્દાર્થ : (૧) પગરખા પહેરવા (૨) છત્ર એવું (૩) જુગાર રમ (૪) પંખાથી પવન લે (૫) અ અન્ય (૬) ક્રિયા કરવી (૭) તે સર્વ કર્મ, બંધનના કારણ (૮) જાણે (૯) મુનિ.